1. Home
  2. ગુજરાતી
  3. પેન્શનરો માટે ખુશખબરી! EPFO વધારશે પેન્શનની રકમ, હવે મળી શકે આટલી રકમ
પેન્શનરો માટે ખુશખબરી! EPFO વધારશે પેન્શનની રકમ, હવે મળી શકે આટલી રકમ

પેન્શનરો માટે ખુશખબરી! EPFO વધારશે પેન્શનની રકમ, હવે મળી શકે આટલી રકમ

0

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ટૂંક સમયમાં પેન્શનરોને ખુશખબર આપી શકે છે. હકીકતમાં, એવા સમાચાર મળી રહ્યા છે કે EPFO પેન્શનરોનું વેતન રૂ.1000 થી વધારીને રૂ.2000 કરી શકે છે. ઇપીએફઓ એ સંસદમાં બજેટ સત્ર બાદ સેન્ટ્રલ બોર્ડ અને ટ્રસ્ટીની બેઠક બોલાવી છે. આ બેઠક ઓગસ્ટના બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે.

આ બેઠકમાં પેન્શનરોના પેન્શનને વધારવાની દરખાસ્ત રખાશે. બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા બાદ પ્રસ્તાવ લવાશે અને ત્યારબાદ તેને લઇને જાહેરાત કરવામાં આવશે. શ્રમ મંત્રાલયના સૂત્રોની માનીએ તો સરકાર EPFO સાથે વાત કરી ચૂકી છે. આ સંબંધમાં EPFO એ કહ્યું હતું કે તેની પાસે વધારે રોકડ નથી.

પરંતુ હવે સરકાર પેન્શનરોને ન્યૂનતમ પેન્શન રૂ.2000 દેવા માટે મક્કમ દેખાઇ રહી છે. ખેડૂતો, શ્રમિકો અને વ્યાપારીઓ માટે પેન્શન યોજના શરૂ કર્યા બાદ હવે સરકાર ઇપીએફઓના પેન્શનરોની પેન્શનમાં વધારા માટે મક્કમ છે. જણાવી દઇએ કે અગાઉ થયેલી બેઠકમાં શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું હતું કે EPFO પેન્શનરો માટે ન્યૂનતમ પેન્શન વધારવા માટે કામ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.