in , ,

સરકારે દવાઓના ઑનલાઇન વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, આ છે કારણ

ઑનલાઇન દવા ખરીદતા લોકો માટે મહત્વપૂર્ણ ખબર છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ લાઇસન્સ વગર ઑનલાઇન દવા વેચતા પ્લેટફોર્મ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્લેટફોર્મ ઑનલાઇન દવા વેંચી નહીં શકે. દરેક રાજ્યોમાં આ પ્રતિબંધ લાગૂ કરાયો છે.

જ્યાં સુધી નિયામક એજન્સી ઇ-ફાર્મસીઝને લઇને નિયમ-કાનૂનનો ડ્રાફટ તૈયાર ના થઇ જાય, નિયમનને લઇને પ્રસ્તાવ છે કે ઇ-ફાર્મસીઝની સરકારમાં નોંધણી થાય તેમજ તેઓ દ્વારા ડૉક્ટરો દ્વારા અપાતા પ્રિસ્ક્રિપ્શન્સનો રેકોર્ડ રખાય. હાલમાં ઇ-ફાર્મસીઝને લગતા નિયમ-કાનૂનને લઇને કામગીરી ચાલી રહી છે.

આ આદેશ બાદ ઑનલાઇન બિઝનેસમાં રોકાણ કરી ચૂકેલા પ્લેટફોર્મ પર સંકટના વાદળો છવાયા છે. જો કે હવે આગામી સમયમાં ઇ-ફાર્મસીઝને લઇને કાયદા અને કાનૂન બને ત્યારબાદ જ તેઓ ઑનલાઇન દવાનું વેચાણ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મૂળ ભારતીય સુંદર પિચાઈની ખ્યાતિ- ગૂગલના સીઈઓ બાદ પેરેંટ કંપની આલ્ફાબેટનું સીઈઓ પદ સંભાળશે

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને ન્યૂયોર્કમાં યૂનિસેફ સ્નો ફ્લેક બૉલમાં ‘ડેની કેય હ્યૂમિનિટેરીયન એવોર્ડ’ એનાયત