1. Home
  2. ગુજરાતી
  3. HDFC બેંકનું Alert: ફોનથી આપનું એકાઉન્ટ થઇ શકે છે હેક, ના કરતા આ ભૂલ
HDFC બેંકનું Alert: ફોનથી આપનું એકાઉન્ટ થઇ શકે છે હેક, ના કરતા આ ભૂલ

HDFC બેંકનું Alert: ફોનથી આપનું એકાઉન્ટ થઇ શકે છે હેક, ના કરતા આ ભૂલ

0

નવી દિલ્હી,
HDFC બેંકે તેના ખાતાધારકો માટે એક ચેતવણી જારી કરી છે. બેન્ક દ્વારા ઓનલાઇન બેન્કિંગ યૂઝર્સ માટે ચેતવણી જારી કરાઇ છે અને ખાતાધારકોને આર્થિક છેતરપીંડીથી બચવા માટે સતર્ક અને સાવધાન રહેવાનું સૂચન કર્યું છે. બેંકે ખાતાધારકોને AnyDesk નામની મોબાઇલ એપ્લિકેશનથી દૂર રહેવાની સલાહ આપી છે. હેકર્સ UPI ના સહારે ખાતાધારકોના નાણાંની ઉઠાંતરી કરીને બેંક એકાઉન્ટ ખાલી રહ્યા છે.

HDFC ના ખાતાધારકો માટે એલર્ટ
બેંકે પોતાના ઓનલાઇન યૂઝર્સને એલર્ટ કરતા કહ્યું છે કે હેકર્સ AnyDesk નામની એપ મારફતે યૂઝર્સના મોબાઇલ ફોનનું રીમોટથી એક્સેસ લઇને તેના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. બેંક ઉપરાંત આરબીઆઇએ પણ આ મોબાઇલ એપને લઇને એલર્ટ જારી કર્યું છે. આરબીઆઇએ જારી કરેલી એડવાઇઝરી મુજબ AnyDesk જેવી એપ્સ યૂઝર્સ પાસેથી ગોપનીય માહિતી માટેની પરવાનગી માગવા દરમિયાન યૂઝર્સ પાસેથી ફોન એક્સેસ લઇ લે છે અને પછી વોલેટ અને યુપીઆઇ એકાઉન્ટથી સરળતાપૂર્વક પૈસા ઉપાડી લે છે.

આ રીતે હેકર્સ આપના નાણાંની કરે છે ઉચાપત
હેકર્સ અલગ અલગ રીતથી ખાતાધારકોને ઠગાઇનો શિકાર બનાવે છે. ઘણીવાર હેકર્સ પોતે જ ખાતાધારકને ફોન કરીને બેંકનો કર્મચારી જણાવે છે અને ગોપનીય માહિતી શેર કરવા માટે કહે છે. પહેલા તેઓ તમારું નામ, સરનામુ અને મોબાઇલ નંબર કમ્ફર્મ કરે છે અને ત્યારબાદ ડેબિટ-ક્રેડિટ કાર્ડ, મોબાઇલ બેન્કિંગ બ્લોક થયા હોવાનો ડર ઉભો કરે છે અને ગ્રાહકને વિશ્વાસમાં લીધા બાદ તેને એક એપ ડાઉનલોડ કરવામાં માટે કહે છે અને તેનાથી આપની સમસ્યા દૂર થશે તેવી ખાતરી આપે છે. આ એપ AnyDesk કે અન્ય કોઇ રીમોટ એક્સેસ એપ હોય છે જે આપને ડાઉનલોડ કરવા કહે છે.

9 અંકનો કોડ આપતા જ આપનું ખાતામાંથી નાણાં થઇ જશે સાફ
આ એપ ડાઉનલોડ કર્યા બાદ આપની પરવાનગી માગશે. ત્યારબાદ હેકર્સ આપને 9 ડિજીટનો કોડ આપવા કહેશે, જે આપના ફોનમાં જનરેટ થાય છે. જેવો આપ તેને કોડ આપશો તેઓ આપને પરમિશન આપવા માટે અલોનું બટન દબાવવા કહેશે. ત્યારબાદ આપના ફોનનું એક્સેસ હેકર્સ પાસે હશે. ત્યારબાદ તેઓ આપના ફોનમાંથી પાસવર્ડ ચોરીને આપનું યુપીઆઇ એકાઉન્ટ, વોલેટ તેમજ ખાતામાંથી તેના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરે છે. ક્યારેક માત્ર આપને એક સંદેશ મોકલીને પણ આપના નાણાંની ઉચાપત કરી લે છે. તેથી જ બેક અને આ બાબતના જાણકાર લોકોને તેની બેંક અને ક્રેડિટ-ડેબિટ કાર્ડની વિગતો કોઇને પણ ના આપવાની સલાહ આપે છે. બેંકે અનેકવાર એડવાઇઝરી જારી કરીને કહ્યું છ કે બેંક ક્યારેય પણ ખાતાધારક પાસેથી ગોપનીય માહિતી માગતી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.