1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ: હિટાચી પેમેન્ટ સર્વિસીસે હિટાચી મની સ્પોટ મોબાઇલ એટીએમ સેવા શરૂ કરી
અમદાવાદ: હિટાચી પેમેન્ટ સર્વિસીસે હિટાચી મની સ્પોટ મોબાઇલ એટીએમ સેવા શરૂ કરી

અમદાવાદ: હિટાચી પેમેન્ટ સર્વિસીસે હિટાચી મની સ્પોટ મોબાઇલ એટીએમ સેવા શરૂ કરી

0
  • લોકોને ઘરઆંગણે મુખ્ય બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા કંપનીની પહેલ
  • હિટાચી પેમેન્ટ સર્વિસીસે મોરૈયામાં મોબાઇલ એટીએમ સર્વિસ કરી શરૂ
  • નારોલ ગામમાં બીજુ મોબાઇલ એટીએમ સ્થાપિત કરવાની યોજના

હાલમાં કોરોના વાયરસને કારણે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ લોકડાઉન છે ત્યારે લોકોને ખાસ કરીને ઘરઆંગણે મુખ્ય બેંન્કિગ સેવાઓ પ્રદાન કરવાના હેતુસર હિટાચી લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની હિટાચી પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ એ અમદાવાદમાં એની હિટાચી મની સ્પોટ મોબાઇલ એટીએમ સર્વિસ શરૂ કરી છે. લોકડાઉનનાં પ્રારંભથી આ સર્વિસ કાર્યરત છે અને ગ્રાહકો માટે એટીએમ સેવાઓની સરળ સુલભતા પ્રદાન કરે છે, નહીં તો ગ્રાહકોને એટીએમ સેવાઓ મેળવવા થોડાં અંતરે જવું પડ્યું હોત.

આ સર્વિસ વિશે વાત કરીએ તો મોબાઇલ એટીએમ તમામ દિવસોમાં સવારે 9.00થી રાતનાં 9.00 સુધી કાર્યરત છે અને મોરૈયા ગામમાં એનું સ્ટેશન છે. બીજું મોબાઇલ એટીએમ નારોલ ગામમાં સ્થાપિત કરવાની યોજના છે. આ પ્રકારનાં સ્થળોમાં હિટાચી મની સ્પોટ મોબાઇલ એટીએમની કામગીરીથી રહેવાસીઓને મોટો લાભ મળે છે, ખાસ કરીને લોકડાઉન જેવી સ્થિતિમાં, જેમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોની અવરજવરને નિયંત્રિત
કરી છે. 

આ પહેલ પર હિટાચી પેમેન્ટ સર્વિસીસના મેનેજિંગ ડાયરેક્ટર રુસ્તોમ ઇરાનીએ કહ્યું હતું કે, “અમારે એ સુનિશ્વિત કરવાની આવશ્યકતા છે કે, એટીએમની સંખ્ ઓછી હોય તેવા વિસ્તારોમાં એટીએમ સેવાઓ ઉપલબ્ધ થાય. અમે સમજીએ છીએ કે, ગ્રાહકો માટે નાણાની સુલભતા અને બેંકિંગ સેવાઓ આવશ્યક છે. હિટાચી મની સ્પોટ મોબાઇલ એટીએમ દ્વારા તમામ બેંકોના ગ્રાહકો તેમના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને રોકડ રકમ મેળવી શકે છે. હાલ લોકડાઉન દરમિયાન લાંબા અંતરે ગયા વિના લોકો માટે તેમની જરૂરિયાત અનુસાર રોકડ રકમ ઉપાડવી મહત્ત્વપૂર્ણ છે અને હિટાચી સોશિયલ ઇનોવેશનના ભાગરૂપે હિટાચી મની સ્પોટ મોબાઇલ એટીએમ એને સક્ષમ બનાવે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમને મોબાઇલ એટીએમ સર્વિસ માટે અમદાવાદમાં અતિ સારો પ્રતિસાદ મળ્યો છે. આ રોકડની અનુકૂળ સુવિધા આપે છે એટલે આ પ્રકારનો વ્યવહાર કરનાર લોકોની સંખ્યા વધારે છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે કામ કરીશું અને વિવિધ શહેરોમાં અંતરિયાળ વિસ્તારોની જરૂરિયાતોને પૂર્ણ કરવા આ પ્રકારનાં 25 મોબાઇલ એટીએમ ઉમેરવાની યોજના ધરાવીએ છીએ.”

ગ્રાહકો અને સ્ટાફનું રક્ષણ કરવા એચપીવાય એના હિટાચી મની સ્પોટ એટીએમ પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટેશન પગલાંનો અમલ કરે છે.

હિટાચી મની સ્પોટ એટીએમ વિશે

હિટાચી પેમેન્ટ સર્વિસીસ ભારતમાં પસંદગીની નોન-બેંક કંપનીઓ પૈકીની એક છે, જેને દેશમાં વ્હાઇટ લેબલ એટીએમ (ડબલ્યુએલએ) તૈનાત કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) પાસેથી લાઇસન્સ મળ્યું છે. ટિઅર 3થી ટિઅર 6 શહેરો પર કેન્દ્રિત હિટાચી પેમેન્ટ સર્વિસીસ હિટાચી મની સ્પોટ હેઠળ એટીએમ સેવાઓ પ્રદાન કરે છે અને અત્યારે 3500થી વધારે એટીએમ ધરાવે છે.

હિટાચી પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ વિશે

હિટાચી પેમેન્ટ સર્વિસીસ એ હિટાચી લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. એનાં વિવિધ કેશ અને ડિજિટલ પેમેન્ટ્સ સોલ્યુશન ગ્રાહકને ઊંચો સંતોષ આપે છે અને પેમેન્ટની નવેસરથી પરિભાષિત રીતોને આજે પૂર્ણ કરે છે. કેશ પ્લેટફોર્મ હેઠળ એની ઓફરમાં એટીએમ સર્વિસ, કેશ રિસાઇકલિંગ મશીનો, એટીએમ સોફ્ટવેર પ્લેટફોર્મ અને વ્હાઇટ લેબલ એટીએમ – હિટાચી મની સ્પોટ એટીએમ સામેલ છે. ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ ઓફરોમાં પીઓએસ સોલ્યુશન, ઇન્ટરનેટ પેમેન્ટ ગેટવે સોલ્યુશન, ટોલ એન્ડ ટ્રાન્ઝિટ સોલ્યુશન્સ, ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ (ભારત ક્યુઆર, યુપીઆઈ, આધાર, બીબીપીએસ), રિસ્ક મેનેજમેન્ટ એન્ડ એનાલીટિક્સ, રિકન્સિલિએશન એન્ડ સેટલમેન્ટ સર્વિસીસ, મર્ચન્ટ સર્વિસીસ અને કાર્ડ ઇશ્યૂઅન્સ સોલ્યુશન્સ સામેલ છે. અત્યાર સુધી ભારતીય પેમેન્ટ સ્પેસમાં પથપ્રદર્શક કંપની મેનેજમેન્ટ હેઠળ 41500થી વધારે એટીએમ (વ્હાઇટ લેબલ એટીએમ સહિત), 16500 કેશ રિસાઇકલિંગ મશીનો (સીઆરએમ) અને 1.25 મિલિયન પીઓએસ (મોબાઇલ પીઓએસ અને ક્યુઆર સહિત) ધરાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.