1. Home
  2. ગુજરાતી
  3. બેન્કિંગ સેક્ટરને પણ મંદીનું ગ્રહણ! હવે દુનિયાની આ મોટી બેંક કરશે હજારો કર્મીઓની છટણી
બેન્કિંગ સેક્ટરને પણ મંદીનું ગ્રહણ! હવે દુનિયાની આ મોટી બેંક કરશે હજારો કર્મીઓની છટણી

બેન્કિંગ સેક્ટરને પણ મંદીનું ગ્રહણ! હવે દુનિયાની આ મોટી બેંક કરશે હજારો કર્મીઓની છટણી

0

દુનિયાભરને લાગેલા મંદીના ગ્રહણને કારણે દરેક સેક્ટર્સની હાલત ખરાબ છે. હવે બેન્કિંગ સેક્ટર પણ મંદીની ઝપેટમાં છે. ડોઇશ બેંક પછી હવે HSBC એ પણ મોટા પાયે છટણી કરવાનો એલાન કર્યો છે. જણાવી દઇએ કે થોડાક સમય પહેલા જ ડોઇશ બેંકે દુનિયાભરમાં ફેલાયેલી તેની બ્રાંચમાંથી અંદાજે 18,000 કર્મચારીઓની છટણી કરી હતી. હવે HSBC પણ તેના ખર્ચમાં ઘટાડા માટે આ પગલું લેશે.

HSBC એ ભારતમાં પણ તેના ટેકનિકલ સ્ટાફમાંથી 150 કર્મચારીઓની છટણી કરી છે. તેમાં સૌથી વધુ પુણે અને હૈદરાબાદમાં નોકરી કરતા કર્મચારીઓ સામેલ છે. જણાવી દઇએ કે કંપની અંદાજે કુલ 2,38,000 લોકોને રોજગારી પૂરી પાડે છે, જેમાંથી કંપનીએ તેના માળખાકીય સુધારા માટે કર્મચારીઓની છટણી કરી રહી છે. ભારતમાં જ કંપનીના 14,000 કર્મચારીઓ નોકરી કરે છે.

આર્થિક મંદીને કારણે લાખો લોકોએ ગુમાવી રોજગારી
આ છટણી અંગે કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની પોતાના ગ્રાહકો અને શેરધારકોને શ્રેષ્ઠત્તમ સેવા પ્રદાન કરવા માટે સતત તેના કર્મચારીઓની સમીક્ષા કરી રહ્યું છે. આ જ પાંચ ઑગસ્ટના રોજ કંપનીના સીઇઓ જૉન ફ્લિંટ એ 18 મહિના સુધી પદ પર રહ્યા બાદ રાજીનામુ આપ્યું હતું. તેની જગ્યાએ હવે નોઅલ ક્કિને કાર્યભાર સંભાળ્યો છે.

જણાવી દઇએ કે આર્થિક મંદીને કારણે Cisco અને Cognizant જેવી કંપનીઓ પણ કર્મચારીઓની છટણી કરી રહી છે. બે દિવસ પહેલા જ ખબર હતી કે ભારતની સૌથી મોટી બિસ્કિટ નિર્માતા કંપની Parle G Products Pvt Ltd એ પણ પ્રોડક્ટ્સનો વપરાશ ઘટતા 10,000 કર્મચારીઓની છટણી કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.