1. Home
  2. ગુજરાતી
  3. મંગળવારે શેરબજારમાં તેજી, સેન્સેક્સ સર્વોચ્ચ સ્તરે બંધ, નિફ્ટીમાં પણ તેજી
મંગળવારે શેરબજારમાં તેજી, સેન્સેક્સ સર્વોચ્ચ સ્તરે બંધ, નિફ્ટીમાં પણ તેજી

મંગળવારે શેરબજારમાં તેજી, સેન્સેક્સ સર્વોચ્ચ સ્તરે બંધ, નિફ્ટીમાં પણ તેજી

0

મંગળવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારની શરૂઆતથી જ સેન્સેક્સ તેમજ નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સ 413 પોઇન્ટના ઉછાળા સાથે 41352.17 પોઇન્ટ નોંધાયો હતો. જ્યારે નિફ્ટી પણ 12145.30 ની સપાટીએ પહોંચ્યો હતો. મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે IT, ધાતુ તેમજ નાણાકીય કંપનીઓના શેર્સમાં તેજી સાથે સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં 324 પોઇન્ટના ઉછાળા સાથે 41,262 પોઇન્ટના સર્વોચ્ચ સ્તરે નોંધાયો હતો.

સેન્સેક્સની કંપનીઓમાં તાતા સ્ટીલ સૌથી વધુ 3.24 ટકા ઉછળ્યો હતો. તે ઉપરાંત વેદાંતા, ઇન્ફોસિસ, યસ બેંક, TCS, મારુતિ અને એક્સિસ બેંકમાં પણ તેજી જોવા મળી હતી. તેનાથી વિપરીત સન ફાર્મા, ONGC, પાવર ગ્રિડ, NTPC અને બજાજ ઑટો પણ નુકસાનીમાં રહ્યા હતા.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.