1. Home
  2. ગુજરાતી
  3. સૌથી વધુ વિદેશી રોકાણ પ્રાપ્ત કરવામાં ભારત આ ક્રમે પહોંચ્યું
સૌથી વધુ વિદેશી રોકાણ પ્રાપ્ત કરવામાં ભારત આ ક્રમે પહોંચ્યું

સૌથી વધુ વિદેશી રોકાણ પ્રાપ્ત કરવામાં ભારત આ ક્રમે પહોંચ્યું

0
  • ભારતમાં કોરોના વાયરસની મહામારી દરમિયાન માર્કેટમાં અનિશ્વિતતા પ્રવર્તી
  • માર્કેટમાં વોલેટિલિટી અને અનિશ્વિતતાથી વિદેશી રોકાણમાં થયો ઘટાડો
  • ભારતમાં વર્ષ 2019 દરમિયાન 51 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું

ભારતમાં કોરોના વાયરસની દહેશત બાદ માર્કેટમાં સતત અનિશ્વિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને કારણે દેશમાં વિદેશી રોકાણ પણ સતત ઘટી રહ્યું છે. ભારતે વર્ષ 2019માં કુલ 51 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) પ્રાપ્ત કર્યું છે અને આ સાથે જ તે વર્ષ દરમિયાન વિશ્વભરમાં સૌથી વધુ વિદેશી રોકાણ પ્રાપ્ત કરનાર દેશોની યાદીમાં ભારતે 9મો ક્રમાંક હાંસલ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના વેપાર એકમના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

આ રિપોર્ટમાં માહિતી અપાઇ છે કે ભારતમાં કોરોના વાયરસની મહામારી બાદ નબળી પરંતુ સકારાત્મક આર્થિક વૃદ્વિ હાંસલ થવી અને ભારતના વ્યાપક દેશ માટે મૂડીરોકાણ આકર્ષિત કરતા રહેશે. વર્ષ 2018માં ભારતે 42 અબજ ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારે ભારત FDI પ્રાપ્ત કરનાર દેશોની સૂચિમાં 12માં સ્થાને હતું.

વર્ષ 2020માં વિશ્વભરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં 40 ટકાનો ઘટાડો જોવા મળે તેવો અંદાજ છે. આ ઘટાડો વર્ષ 2019માં થયેલા 1540 અબજ ડોલરના મૂડીપ્રવાહની તુલનાએ રહેશે. વિકાસશીલ એશિયન ક્ષેત્રમાં ભારત સૌથી વધુ વિદેશી રોકાણ પ્રાપ્ત કરનાર ટોચના પાંચ દેશોમાં સામેલ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.