in ,

IOC-એર ઇન્ડિયા વચ્ચે સમાધાન – હવે એર ઇન્ડિયાની ઉડાન પ્રભાવિત નહીં થાય

એર ઇન્ડિયા અને પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ વચ્ચેના વિખવાદના અંત આવ્યો છે. હકીકતમાં, એર ઇન્ડિયાએ બાકી બિલની રકમની ચૂકવણી IOC ને ના કરતા IOC એ કંપનીને ઇંધણ ના આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જો કે ઉડ્ડયન મંત્રાલાયના અધિકારી સાથે બેઠક બાદ સમાધાન થયું છે. હવે આઇઓસી એર ઇન્ડિયાને ઇંધણ આપવાનું ચાલુ રાખશે.

આ અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે ઉડ્ડયન મંત્રાલયની સાથે એક બેઠક બાદ સમાધાન થયું છે. રોકડની તંગી અનુભવી રહેલી એરલાઇનને બાકી બિલની ચૂકવણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષે સરકાર જ્યારે એરલાઇનની 76 ટકા હિસ્સેદારી વેંચવા માગતી હતી ત્યારે તેના પર 54,000 કરોડ રૂપિયાનું દેવુ હતું. ત્યારે સરકારે એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ્સમાં અંદાજિત 29,000 કરોડ રૂપિયાની મૂડીનું હસ્તાંતરણ કર્યું હતું.

એર ઇન્ડિયાને હજુ પણ અનેક કંપનીઓની રકમની ચૂકવણી કરવાની બાકી છે. કંપની રોજની 15 કરોડ રૂપિયાની ખોટ ખાઇ રહી છે. સૂત્રને જણાવ્યું હતું કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને બાકી રકમની ચૂકવણી ના થવા પર મંગળવાર સાંજે ચાર વાગ્યાથી પટણા, પુણે, ચંદીગઢ, કોચીન, વિશાખાપટ્ટનમ અને રાંચી જેવા કેટલાક એરપોર્ટ પર ઇંધણની સપ્લાઇ અટકાવી દેવાની ધમકી આપી હતી.

સૂત્ર અનુસાર જો પેટ્રોલિયમ કંપની પોતાની નોટિસ પર અમલીકરણ કરશે તો આ એરપોર્ટથી ઉડાન ભરનારી ફ્લાઇટ્સની ઉડાનો પર અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કોંગ્રેસમાં મુસ્લિમોની અવગણનાનો પાર્ટીના મુસ્લિમ સાંસદનો આરોપ!

વૈશ્વિક ભિખારી બનેલા આતંકીસ્તાનની પરમાણુ દોડ, 2025 સુધીમાં બેવડા થઈ જશે પાકિસ્તાનના અણુ શસ્ત્રો