1. Home
  2. ગુજરાતી
  3. રેવેન્યૂ ગ્રોથમાં TCS ને મ્હાત આપતી ઇન્ફોસિસ
રેવેન્યૂ ગ્રોથમાં TCS ને મ્હાત આપતી ઇન્ફોસિસ

રેવેન્યૂ ગ્રોથમાં TCS ને મ્હાત આપતી ઇન્ફોસિસ

0

બજારમાં પ્રવર્તમાન નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં આઇટી કંપની ઇન્ફોસિસના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. દેશની પ્રતિષ્ઠિત આઇટી કંપનીએ એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક 12.4 ટકાના રેવેન્યૂ ગ્રોથ હાંસિલ કરી છે. આ નાણાકીય પરિણામ બાદ શેરબજારમાં ઇન્ફોસિસના શેરમાં પણ 6થી 7 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

ગત ત્રિમાસિક ગાળા કરતા કંપનીએ સારો ગ્રોથ રેટ નોંધાવ્યો છે. ઘણા લાંબા સમય પછી ઇન્ફોસિસે તેની કટ્ટર પ્રતિસ્પર્ધી કંપની તાતા કન્સલટન્સી સર્વિસીઝને મ્હાત આપી છે. ટીસીએસ દ્વારા પણ તાજેતરમાં જ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરાયા હતા. ટીસીએસનો ગ્રોથ રેટ ઘટીને 10.6 ટકા થયો છે.

મોટા સોદાઓથી થયો ફાયદો
ઇન્ફોસિસના સીઇઓ અને એમડી સલિલ પારેખે જણાવ્યું હતું કે અમારી વર્ષની શરૂઆત મજબૂત રહી છે. ખાસ કરીને મોટા મોટા સોદાઓનો તેમાં મહત્વપૂર્ણ ફાળો છે. કમ્યૂનિકેશન, એનર્જી, યૂટિલિટીઝ તેમજ રિસોર્સીઝ સહિત અનેક સેક્ટર્સમાં ડબલ ડિજીટ ગ્રોથ થઇ રહ્યો છે. કંપનીનો ડિજીટલ બિઝનેસ રેવેન્યૂ પણ સતત બીજા ત્રિમાસિક ગાળામાં 1 અબજ ડોલરથી વધુ રહ્યો છે. કંપનીના કુલ રેવેન્યુમાં તેનો હિસ્સો 35.7 ટકા છે.

ઇન્ફોસિસ માટે ચિંતા પણ હતી
જો કે કંપનીનો પારંપરિક વ્યાપાર બે અબજ ડોલર છે જે એક ચિંતાનો વિષય છે. વાર્ષિક સ્તરે પણ તેનો ચોખ્ખો નફો 4.2 ટકા ઘટીને 642 અબજ ડોલર રહ્યો છે. ઓપરેટિંગ માર્જિનની વાત કરીએ તો તો તે પણ ઘટીને 20.05 ટકા નોંધાયો છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં 21.5 ટકા નોંધાયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.