1. Home
  2. ગુજરાતી
  3. જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 3.1%, 10 માસની ટોચે
જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 3.1%, 10 માસની ટોચે

જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 3.1%, 10 માસની ટોચે

0

જાન્યુઆરી મહિનામાં ડુંગળી અને બટાટા જેવી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાથી હોલસેલ પ્રાઇઝ આધારિત (WPI) ફુગાવાનો દર વધીને 3.1 ટકા નોંધાયો હતો. જે અગાઉના મહિનામાં 2.59 ટકા હતો. એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન WPI ફુગાવાનો દર 2.76 ટકા નોંધાયો હતો.

જણાવી દઇએ કે જાન્યુઆરી માસમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં 11.51 ટકાનો વધારો જોવા મળ્યો હતો જે એક મહિના અગાઉ માત્ર 2.41 ટકા હતો. બિન ખાદ્ય પદાર્થોના ભાવ ડિસેમ્બરના 2.32 ટકાની સરખામણીમાં જાન્યુઆરીમાં 7.8 ટકાની વૃદ્વિ જોવા મળી હતી.

ખાદ્યપદાર્થોની વાત કરીએ તો ખાસ કરીને ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં 52.72 ટકાની વૃદ્વિ જોવા મળી હતી. બટાટાના ભાવમાં પણ 37.34 ટકાનો જંગી ઉછાળો નોંધાયો હતો.
રિટેલ ફુગાવો પણ 7.59 ટકાની છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. ખાદ્યપદાર્થોના ભાવમાં જંગી ઉછાળાને કારણે રિટેલ ફુગાવો RBIના કમ્ફર્ટ ઝોનથી પણ વધી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે RBI મોનેટરી પોલિસી કમિટી (MPC)એ તેની દ્વીમાસિક સમીક્ષા બેઠકમાં રેપો રેટ 5.15 ટકાના સ્તરે યથાવત જાળવીને તેનું અકોમોડેટિવ સ્ટાન્સ જાળવી રાખ્યું હતું.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.