1. Home
  2. ગુજરાતી
  3. આનંદો! સતત ત્રીજા દિવસે પેટ્રોલ થયું સસ્તું, આ રીતે જાણો આપના શહેરમાં પેટ્રોલની કિંમતો
આનંદો! સતત ત્રીજા દિવસે પેટ્રોલ થયું સસ્તું, આ રીતે જાણો આપના શહેરમાં પેટ્રોલની કિંમતો

આનંદો! સતત ત્રીજા દિવસે પેટ્રોલ થયું સસ્તું, આ રીતે જાણો આપના શહેરમાં પેટ્રોલની કિંમતો

0

વાહનચાલકો માટે ખુશખબરી છે. જી હા, શનિવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઘટાડો થયો છે. સ્થાનિક બજારોમાં પેટ્રોલની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે પેટ્રોલ 11 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયા બાદ શનિવારે પણ પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લીટર 7 પૈસાનો ઘટાડો થયો હતો. જો કે ડીઝલની કિંમતમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે પેટ્રોલની પ્રતિ લીટર કિંમત 72.62 જોવા મળી હતી. જ્યારે ડીઝલ 66.00 રૂપિયા હતું.

મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શનિવારે કોલકાતા, મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં 7 પૈસા તેમજ ચેન્નાઇમાં 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. તેની સાથોસાથ કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમતો અનુક્રમે રૂ.75.30, રૂ.78.27 અને રૂ.75.45 જોવા મળી હતી. ડીઝલની કિંમતોમાં ખાસ ફેરફાર જોવા નથી મળ્યો, તે તેના જૂના સ્તરે અનુક્રમે રૂ.68.19, રૂ.69.17 તેમજ રૂ.69.72 પ્રતિ લીટર છે.

રોજ સવારે બદલાય છે પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં દૈનિક ધોરણે વધઘટ જોવા મળે છે. પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. તેની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન સામેલ થયા બાદ તેની કિંમત લગભગ બેગણી થઇ જાય છે. અમેરિકી ડૉલરના એક્સચેન્જ રેટ, ક્રૂડ ઓઇલની કિંમત, ઇંધણની માંગ અને અન્ય ચીજવસ્તુઓને કારણે પણ પેટ્રોલની કિંમતો પ્રભાવિત થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમત વધવાને કારણે પેટ્રોલની કિંમતમાં પણ ઉછાળો જોવા મળે છે. ભારતમાં પેટ્રોલની કિંમત મોટા ભાગે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પર નિર્ભર રહે છે.

આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
SMS ના માધ્યમથી કોઇપણ ગ્રાહક કોઇ વિશેષ નોંધણીકૃત નંબર પર એસએમએસ કરીને પેટ્રોલ-ડીઝલની કિંમતો જાણી શકે છે અને તેઓને વર્તમાન બજાર મૂલ્ય વિશે મેસેજના માધ્યમથી જાણ કરાશે. જો કે SMS મોકલતા પહેલા તમારે કોઇપણ પેટ્રોલ પંપ પરથી ડીલર કોડ લેવો પડશે જે મેસેજ મોકલતા પહેલા જરૂરી છે. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો RSP<ડીલર કોડ> 92249 9 2249 પર મોકલી શકે છે. બીપીસીએલના ગ્રાહકો RSP<ડીલર કોડ> 9223112222 પર મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPRICE<ડીલર કોડ> 9222201122 પર મેસેજ મોકલીને પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.