1. Home
  2. ગુજરાતી
  3. નિર્મલાનો પલટવાર, બોલ્યા –રઘુરામ રાજને જે કર્યું, તેની સજા બેંક ભોગવી રહી છે
નિર્મલાનો પલટવાર, બોલ્યા –રઘુરામ રાજને જે કર્યું, તેની સજા બેંક ભોગવી રહી છે

નિર્મલાનો પલટવાર, બોલ્યા –રઘુરામ રાજને જે કર્યું, તેની સજા બેંક ભોગવી રહી છે

0
  • નાણા મંત્રી સીતારમણનો આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજન પર પલટવાર
  • રઘુરામ રાજનના સમયમાં માત્ર એક ફોન કૉલ પર લોન મળતી હતી – સીતારમણ

ગત દિવસોમાં આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશની આર્થિક સ્થિતિને લઇને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. હવે નાણા મંત્રી નિર્મલા સીતારમણે પલટવાર કર્યો છે. નિર્મલા સીતારમણે કોલંબિયા યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાન દરમિયાન કહ્યું હતું કે RBI ગવર્નર રઘુરામ રાજનના સમયગાળા દરમિયાન સરકારી બેંકોની બદતર હાલત થઇ ગઇ હતી. તે ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે રઘુરામ રાજનના સમયમાં માત્ર એક ફોન કૉલ પર લોન આપી દેવામાં આવતી હતી.

શું કહ્યું નિર્મલા સીતારમણે
નિર્મલા સીતારમણે કહ્યું કે હું રઘુરામ રાજનને એક મોટા સ્કૉલર તરીકે માન આપું છું. જેઓ એ સમયે આરબીઆઇના ગવર્નર બન્યા ત્યારે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં હતી. સીતારમણે રઘુરામ રાજન પર નિશાન સાધ્યું હતું કે રઘુરામ રાજન એ જ સમયે આરબીઆઇના ગવર્નર હતા જ્યારે નેતાઓના માત્ર એક ફોન કૉલથી સરકારી બેંકોમાંથી લોન આપી દેવામાં આવી અને તેની સજા આ બેંકો આજે પણ ભોગવી રહ્યા છે. તે ઉપરાંત નિર્મલા સીતારમણે ડૉ.મનમોહન સિંહના સમયગાળાનો પણ ઉલ્લેખ કરીને નિશાન સાધ્યું હતું.

રઘુરામ રાજને આર્થિક નીતિ પર ઉઠાવ્યા હતા સવાલ
જણાવી દઇએ કે ટૂંક સમય પહેલા જ રઘુરામ રાજને સરકારની આર્થિક નીતિઓની આલોચના કરી છે. રઘુરામ રાજને સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે સરકારના દૃષ્ટિકોણમાં અનિશ્વિતતા છે, આ જ કારણોસર દેશની અર્થવ્યવસ્થામાં પણ ઉલ્લેખનીય રીતે સુસ્તી જોવા મળી રહી છે. રઘુરામ રાજને આરોપ લગાવ્યો હતો કે આપણે પહેલાની સમસ્યાઓનું સમાધાન ના કર્યું અને વિકાસના નવા સ્ત્રોત શોધવામાં પણ અસફળ રહ્યા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.