1. Home
  2. ગુજરાતી
  3. ફેસ્ટિવ સીઝનથી પણ કોઇ રાહત નહીં, મારુતિ, તાતા-અશોક લેલેન્ડે ઉત્પાદન પર મૂક્યો કાપ
ફેસ્ટિવ સીઝનથી પણ કોઇ રાહત નહીં, મારુતિ, તાતા-અશોક લેલેન્ડે ઉત્પાદન પર મૂક્યો કાપ

ફેસ્ટિવ સીઝનથી પણ કોઇ રાહત નહીં, મારુતિ, તાતા-અશોક લેલેન્ડે ઉત્પાદન પર મૂક્યો કાપ

0
  • તહેવારોની મોસમ છત્તાં કારની માંગમાં સુસ્તીનો માહોલ
  • મારુતિ, તાતા અને અશોક લેલેન્ડે ઉત્પાદનમાં મૂક્યો કાપ
  • છેલ્લા એક વર્ષથી કાર કંપનીઓના વેચાણમાં ઘટાડો

તહેવારોની સીઝન છત્તાં ઑટો કંપનીઓમાં સુસ્તીનો માહોલ છે. માંગમાં ઘટાડાને કારણે મારુતિ, તાતા અને અશોક લેલેન્ડ જેવી ઑટો કંપનીઓએ પોતાના ઉત્પાદન પર કાપ મૂક્યો છે. ડીલરશીપ અને કારખાનામાં મોટા પાયે જમા વાહનોને કારણે ઑટો કંપનીઓને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે.

મારુતિના વેચાણમાં ઘટાડાની અસર

કાર કંપની મારુતિ સુઝુકીએ જણાવ્યું હતું કે કંપનીએ તેના ઉત્પાદનમાં 17.5 ટકાનો કાપ મૂક્યો છે. સતત નબળી માંગને કારણે સતત આઠમાં મહીને મારુતિએ પોતાના ઉત્પાદન પર કાપ મુકવો પડ્યો છે. કંપનીએ સપ્ટેમ્બર માસમાં 1,32,199 વાહનોનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન કંપનીએ 1,60,219 વાહનોનું ઉત્પાદન કર્યું હતું.

અલ્ટો, વેગનઆર, સ્વિફ્ટ, બલેનો તેમડ ડિઝાયર જેવી નાની અને મિની કાર્સનું ઉત્પાદન સપ્ટેમ્બર દરમિયાન ઘટીને 98,337 થઇ ચૂક્યું છે. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન કાર્સનું ઉત્પાદન 1,15,576 એકમ થયું હતું. એટલે કે ઉત્પાદનમાં 14.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

તે ઉપરાંત મારુતિ બ્રેઝા, અર્ટિગા અને એસ ક્રૉસ યૂટિલિટી વાહનોનું ઉત્પાદન 17 ટકા ઘટીને 18,435 એકમ રહ્યું હતું. સિયાઝના વેચાણમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

નોંધનીય છે કે ઑગસ્ટ માસમાં મારુતિના કુલ વેચાણમાં 33 ટકાનો ઘટાડો થયો હતો. આ જ કારણોસર સપ્ટેમ્બર માસમાં કંપનીએ ઉત્પાદન ઘટાડ્યું હતું.

તાતા-અશોક લેલેન્ડે પણ ઉત્પાદન પર કાપ મૂક્યો
ઑટો સેક્ટરમાં સતત સુસ્તીને કારણે કૉમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપની અશોક લેલેન્ડે પણ જાહેરાત કરી છે કે તેઓ ઑક્ટોબરમાં પોતાના અનેક કારખાનાઓમાં 15 દિવસ સુધી ઉત્પાદન બંધ રાખશે. તાતા મોટર્સના સપ્ટેમ્બર વેચાણોમાં 63 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કંપનીએ સપ્ટેમ્બર 2019માં માત્ર 6976 વાહનનું વેચાણ કર્યું છે જ્યારે સપ્ટેમ્બર 2018માં કંપનીએ કુલ 18,855 વાહનોનું વેચાણ કર્યું હતું. તાતા મોટર્સે પણ ઉત્પાદન પર કાપ મુકવાનું નક્કી કર્યું છે. જર્મન ઑટો કમ્પોનન્ટ કંપની બૉશ ઇન્ડિયાએ પણ આ વર્ષે ઑક્ટોબરથી ડિસેમ્બર સુધી તેનું ઉત્પાદન 10 દિવસ સુધી બંધ રાખવાનું એલાન કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.