in , ,

EDએ મેહુલ ચોક્સીની દુબઇ સ્થિત સંપત્તિ ટાંચમાં લીધી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબ નેશનલ બેંક કૌંભાડના મુખ્ય ભાગેડુ આરોપી મેહુલ ચોક્સીની દુબઇ ખાતે આવેલી સંપત્તિને ટાંચમાં લીધી છે. ઇડીએ દુબઇમાં આવેલી મેહુલ ચોક્સીની કર્મશિયલ સંપત્તિ ઉપરાંત એક મર્સિડીઝ કાર તેમજ ફિક્સ ડિપોઝીટ એકાઉન્ટને પણ ટાંચમાં લીધું છે.

પીએનબી ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ભાગેડુ આરોપી મેહુલ ચોક્સીની કુલ 24.77 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઇ છે. જેમાં અચલ સંપત્તિ, સાધનો, વાહનો તેમજ બેંક એકાઉન્ટ સામેલ છે.

સીબીઆઇ દ્વારા 15 ફેબ્રુઆરી 2018 ના રોજ ચોક્સી વિરુદ્વ મની લોન્ડરિંગની ફરિયાદ દાખલ થયા બાદ તેના વિરુદ્વ તપાસ હાથ ધરવાનો આદેશ અપાયો હતો.

મેહુલ ચોક્સીએ બેંકોને કુલ રૂ.6098 કરોડનો ચુનો લગાડ્યો છે જેમાંથી એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ અત્યારસુધી વસૂલાત તરીકે રૂ.2534.70 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ચોક્સી હાલ તો ભાગેડુ આરોપી તરીકે એન્ટિગુઆમાં છે પરંતુ એન્ટિગુઆની સરકારે પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનાવીને તેને જલ્દી ભારત પાછો મોકલાશે તેવી ખાતરી આપી છે. ઇડીની વિનંતી બાદ મેહુલ ચોક્સી વિરુદ્વ રેડ કોર્નર નોટિસ પણ ફટકારાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વિશ્વ વસ્તી દિવસ: જમ્મૂ કશ્મીર સમગ્ર દેશને વસ્તીનિયંત્રણનો બોધપાઠ આપી રહ્યું છે

સુરતમાં બે દિવસના વિરામ બાદ ફરી મેધરાજાની એન્ટ્રી