1. Home
  2. ગુજરાતી
  3. બે દાયકામાં પ્રથમવાર મૂડીઝે ભારતનું રેટિંગ ઘટાડ્યું, આઉટલુક નેગેટિવ
બે દાયકામાં પ્રથમવાર મૂડીઝે ભારતનું રેટિંગ ઘટાડ્યું, આઉટલુક નેગેટિવ

બે દાયકામાં પ્રથમવાર મૂડીઝે ભારતનું રેટિંગ ઘટાડ્યું, આઉટલુક નેગેટિવ

0
  • કોરોનાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને માઠી અસર
  • મૂડીઝ ઇન્વેસ્ટર્સે હવે ભારતનું રેટિંગ ઘટાડ્યું
  • ભારત સરકાર માટે નીતિઓનું અમલીકરણ પડકારજનક રહેશે: મૂડીઝ

ભારત માટે વધુ એક નેગેટિવ સમાચાર છે. હકીકતમાં, મૂડીઝ ઇન્વેસ્ટર્સ સવિર્સે ભારતના સોવેરિયન રેટિંગ બીએએટુથી ઘટાડીને બીએએથ્રી કર્યું છે. મૂડીઝે જણાવ્યું છે કે ભારત માટે સરકારે ઘડેલી નીતિઓનું અમલીકરણ કરવું પડકારજનક રહેશે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂડીઝે ભારત સરકારના ફોરેને કરન્સી અને લોકલ કરન્સી લોંગ ટર્મ ઇશ્યુર રેટિંગ્સ બીએએટુ થી ઘટાડીને બીએએથ્રી કર્યું છે. મૂડીઝે ભારતનું લોકલ કરન્સી સિનિયર અનસિક્યોર્ડ રેટિંગ બીએએટુ થી ઘટાડીને બેએએથ્રી કર્યું છે. જ્યારે શોર્ટ ટર્મ લોકલ કરન્સી રેટિંગ પી-ટુ ઘટાડીને પી-3 કર્યું છે. મૂડીઝે ભારતનું આઉટલૂક નેગેટિવ જાળવી રાખ્યું છે.

નેગેટિવ આઉટલૂકનો અર્થ એ થયો કે તે અર્થતંત્ર અને નાણાકીય વ્યવસ્થામાં ભારે દબાણને પગલે મજબૂત ડાઉનસાઇડ રિસ્કને પ્રતિબિંબ કરે છે અને ભવિષ્યમાં વધુ ગંભીર સ્થિતિના પણ સંકેત આપે છે. BAA3 રોકાણ માટે સૌથી ઓછું રેટિંગ છે.

આપને જણાવી દઇએ કે વર્ષ 2017માં મૂડીઝે 13 વર્ષ બાદ ભારતના સોવેરિયન રેટિંગ BAA3થી સુધારીને BAA2 કર્યું હતું.

મૂડીઝ દ્વારા જે રીતે રેટિંગ ઘટાડવામાં આવ્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે આર્થિક અને નાણાકીય સ્તરે સરકારની મુશ્કેલીઓ આગામી સમયમાં વધવાની છે. સરકારની નીતિના અમલીકરણમાં પણ તકલીફોનો સામનો કરવો પડશે તેવી મૂડીઝે આગાહી કરી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.