1. Home
  2. ગુજરાતી
  3. ભારતને ઝટકો! મૂડીઝે ભારતનું રેટિંગ કર્યું ‘નેગેટિવ’, આર્થિક વૃદ્વિમાં સુસ્તીનું આપ્યું કારણ
ભારતને ઝટકો! મૂડીઝે ભારતનું રેટિંગ કર્યું ‘નેગેટિવ’, આર્થિક વૃદ્વિમાં સુસ્તીનું આપ્યું કારણ

ભારતને ઝટકો! મૂડીઝે ભારતનું રેટિંગ કર્યું ‘નેગેટિવ’, આર્થિક વૃદ્વિમાં સુસ્તીનું આપ્યું કારણ

0

ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. હકીકતમાં, મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતનું રેટિંગ ‘સ્થિર’ થી ‘નેગેટિવ’ કર્યું છે. એજન્સીએ કહ્યું હતું કે પહેલાની સરખામણીએ આર્થિક વૃદ્વિદર ઓછો રહેવાની આશંકા છે. એજન્સીએ ભારત માટે BAA2 વિદેશી-મુદ્રા તેમજ સ્થાનીક મુદ્રા રેટિંગની પુષ્ટિ કરી છે. રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે આર્થિક વૃદ્વિ પહેલા કરતાં ઓછા રહેવાના અણસાર પર અમે રેટિંગને નકારાત્મક કરવાનો નિર્ણય કર્યો છે.

મૂડીઝના પૂર્વ અનુમાનની સરખામણીએ વર્તમાનની રેટિંગ લાંબા સમયથી જોવા મળતી આર્થિક તેમજ સંસ્થાકીય નરમાઇથી નિપટવામાં સરકાર તેમજ નીતિનો પ્રભાવ ઓછો થતો જોવા મળી રહ્યો છે. જેને કારણે પહેલા જ ઉચ્ચ સ્તર પર પહોંચી ચુકેલ દેવાનું ડુંગર ધીરે ધીરે વધુ વધશે તેવી સંભાવના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.