1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાની અક્સીર દવા રેમેડિસવીર આ મહિનાના અંતમાં ભારતમાં મળતી થઇ જશે
કોરોનાની અક્સીર દવા રેમેડિસવીર આ મહિનાના અંતમાં ભારતમાં મળતી થઇ જશે

કોરોનાની અક્સીર દવા રેમેડિસવીર આ મહિનાના અંતમાં ભારતમાં મળતી થઇ જશે

0
  • કોવિડ-19ની સારવાર માટે અસરકારક એવી રેમેડેસિવીર ભારતીય બજારમાં થશે ઉપલબ્ધ
  • કોરોના દર્દીઓની સારવારમાં આ દવાથી સકારાત્મક પરિણામો થયા છે પ્રાપ્ત
  • ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ આ દવાના ઉપયોગ માટે આપી છે મંજૂરી

કોવિડ-19ની સારવાર માટે મેડ ઇન ઇન્ડિયા એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવીર અસરકારક સાબિત થઇ છે ત્યારે આ મહિનાના અંત સુધીમાં આ દવા ભારતના બજારમાં ઉપલબ્ધ થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં જ ગંભીર રીતે બીમાર એવા કોરોના વાયરસ દર્દીઓ પર પ્રતિબંધિત ઇમરજન્સી ઉપયોગ માટે રેમેડિસવીરને મંજૂરી આપી હતી. ભારતમાં ઉત્પાદિત રીમેડેસિવીર હવે વધુ વ્યાપકપણ ઉપલબ્ધ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આપને જણાવી દઇએ કે તાજેતરમાં મંજૂરી મળેલ એન્ટિ વાયરલ ડ્રગ રેમડેસિવીરના ઉત્પાદનમાં ભારતની પાંચ કંપનીઓ સાથે અમેરિકાની દિગ્ગજ કંપની ગિલેડે કરાર કર્યા હતા. ગિલેડે ભારતની પાંચ ફાર્મા કંપની સિપ્લા, હેટેરો લેબ્સ, જ્યુબિલિયન્ટ લાઇફ સાયન્સ, માયલાન સાથે રેમેડેસિવીરના ઉત્પાદન અને વેચાણ માટે કરાર કર્યા છે. આ પાંચ કંપનીઓ વિશ્વના 127 દેશમાં તેનું વેચાણ કરી શકે છે.

નોંધનીય છે છે કોવિડ-19ની સારવારમાં રેમડેસિવીર દવા અસરકારક સાબિત થઇ છે અને સારવાર દરમિયાન આ દવાએ સકારાત્મક પરિણામો આપ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.