1. Home
  2. ગુજરાતી
  3. લોકડાઉન: Parle ત્રણ કરોડ બિસ્કિટના પેકેટનું ગરીબોને મફતમાં વિતરણ કરશે
લોકડાઉન: Parle ત્રણ કરોડ બિસ્કિટના પેકેટનું ગરીબોને મફતમાં વિતરણ કરશે

લોકડાઉન: Parle ત્રણ કરોડ બિસ્કિટના પેકેટનું ગરીબોને મફતમાં વિતરણ કરશે

0

હાલમાં જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે સૌથી વધુ મુશ્કેલી ગરીબો અને જરૂરિયાતમંદ વેઠી રહ્યા છે. આ કપરા સમયમાં પણ માનવતાના અનેક ઉદાહરણ જોવા મળી રહ્યા છે. જેમ કે બિસ્કિટ બનાવતી દિગ્ગજ કંપની પારલે પ્રોડક્શને જાહેરાત કરી છે કે તે ત્રણ સપ્તાહના લોકડાઉનના સમયગાળા દરમિયાન ત્રણ કરોડ બિસ્કિટના પેકેટની મફતમાં વહેંચણી કરશે.

કંપનીએ આ અંગે જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે તેઓ પણ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો સુધી મફતમાં બિસ્કિટ પહોંચાડીને સરકારની મદદ કરશે. આ કાર્ય સરકારી એજન્સીઓના માધ્યમથી કરવામાં આવશે.

કોરોના વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે સરકારી આદેશાનુસાર કંપનીના એકમોમાં 50 ટકા કર્મચારીઓ જ કામ કરી રહ્યા છે. બજારમાં બિસ્કિટનો પર્યાપ્ત જથ્થો મળી રહે તેનું તેઓ ખાસ ધ્યાન રાખશે.

બિસ્કિટ વહેંચણી અંગે પારલે પ્રોડક્ટ્સના સીનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે અમે સરકાર સાથે મળીને આ કામ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી એજન્સીઓના માધ્યમથી અમે ત્રણ કરોડ બિસ્કિટના પેકેટ્સ જરૂરિયાતમંદ લોકોને મફતમાં વહેંચવાના છે. પ્રત્યેક સપ્તાહ દરમિયાન એક કરોડ બિસ્કિટની વહેંચણી કરાશે. બિસ્કિટ જલ્દી બગડતા નથી તેથી આવા કપરા સમયમાં બિસ્કિટની વહેંચણી કરવી એ સારો વિચાર છે.

જણાવી દઇએ કે ભારતમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 680 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 13 લોકોના મોત થઇ ચૂક્યા છે. 43 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે. કોરોનાની મહામારી સામે લડવા માટે હાલમાં તો સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.