1. Home
  2. ગુજરાતી
  3. PNB એ FD ના વ્યાજદરોમાં કાપ મૂક્યો, અહીંયા જાણો નવા વ્યાજદરો
PNB એ FD ના વ્યાજદરોમાં કાપ મૂક્યો, અહીંયા જાણો નવા વ્યાજદરો

PNB એ FD ના વ્યાજદરોમાં કાપ મૂક્યો, અહીંયા જાણો નવા વ્યાજદરો

0

પંજાબ નેશનલ બેંકે એફડીની કેટલીક સ્કીમ પરના વ્યાજદરોમાં ફેરફાર કર્યા છે. PNB એ 7-14 દિવસ, 15-29 દિવસ, 30-45 દિવસ, 46-90 દિવસ અને 91-179 દિવસની મેચ્યોરિટી પીરિયડના વ્યાજદરોને 50 આધાર અંક સુધી ઘટાડો કર્યો છે. બેંક એ 2 કરોડથી વધુની એફડી પર ખાતાધારકોને 5 ટકા વ્યાજદર તેમજ વરિષ્ઠ નાગરિકોને 5.5 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે.

આ મહિને RBI ની યોજાનારી મોનેટરી પોલિસીન બેઠક અગાઉ પીએનબીએ વ્યાજદરોમાં કાપ મૂક્યો છે. બેંક એ 46 દિવસથી 179 દિવસ વચ્ચે પાકતી મુદત પર જમા વ્યાજદર 6.25 ટકાથી ઘટાડીને 5.75 ટકા કર્યા છે. જો કે 180 દિવસથી 270 દિવસની વચ્ચે પાકતી એફડી પર વ્યાજદરો 6.25 ટકા પર યથાવત રખાયા છે.

271 દિવસથી લઇને એક વર્ષ સુધી મેચ્યોર થનારી એફડી પરના વ્યાજદરોમાં 20 પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. આ પર હવે વ્યાજદરો 6.30 ટકા રહેશે. 333 દિવસ માટે વ્યાજદરો 6.75 ટકાથી ઘટાડીને 6.30 ટકા કર્યો છે.

એક વર્ષમાં મેચ્યોર થનારી એફડી પર પીએનબીએ વ્યાજદરોમાં 5 પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. બેંક હવે 6.75 ટકા વ્યાજદર ઑફર કરશે. જ્યારે 444 અને 555 દિવસની એફડી પરના વ્યાજદરોમાં પણ 10 ટકાનો ઘટાડો કર્યો છે. બેંક હવે તેના પર 6.75 ટકા વ્યાજર ઑફર કરે છે. અગાઉ બેંક એ 1 જુલાઇ 2019 ના રોજ વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.