1. Home
  2. ગુજરાતી
  3. PPF, NSCમાં રોકાણ કરનારા માટે મોટા સમાચાર! આ કારણથી ઘટશે વ્યાજદરો
PPF, NSCમાં રોકાણ કરનારા માટે મોટા સમાચાર! આ કારણથી ઘટશે વ્યાજદરો

PPF, NSCમાં રોકાણ કરનારા માટે મોટા સમાચાર! આ કારણથી ઘટશે વ્યાજદરો

0

સરકાર પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) જેવી નાની બચત સ્કીમ પર આ મહિનાના અંત સુધી વ્યાજદર ઘટાડી શકે છે. નાની બચત સ્કીમમાં વધુ દરને કારણે બેંક તેના ડિપોઝીટ પર વધુ વ્યાજ આપવા માટે મજબૂર છે. સરકાર આ સ્કીમોની વ્યાજદરોની સમીક્ષા કરશે. તેમાં તેઓ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લઇ શકે છે. આ સ્કીમના વ્યાજદરો માર્કેટથી સંલગ્ન ના હોવાથી આ સ્કીમના વ્યાજ દર ઘટાડી શકાય છે.

આરબીઆઇએ બુધવારે બેંકોને તેના રિટેલ અને MSME લૉન રેપો રેટ જેવા કોઇ બાહ્ય માપદંડથી જોડવાનો આદેશ આપ્યો છે. તેનાથી આગામી ત્રિમાસિક ગાળામાં બેંકોના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર દબાણ બની શકે છે. કારણ છે કે બેંક ડિપોઝીટ પર વ્યાજદરોમાં મોટો કાપ નહીં મૂકી શકે. જો કે RBIના પગલાંથી નવી લોન સસ્તી થશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની કેટલીક બેંકોએ રેપો રેટ સાથે પોતાના સેવિંગ્સ બેંક ડિપોઝિટ જોડી છે. જો કે આ પ્રકારનો ફેરફાર અસ્થાયી છે. IDBI જેવી બેંકોએ બલ્ક ડિપોઝિટ સાથે રેપો રેટને જોડ્યા છે.

નોંધનીય છે કે સરકાર ધીમે ધીમે નાની બચત પરના વ્યાજદરોમાં ઘટાડો કરી રહી છે જેને કારણે લોકો હાલમાં રોકાણના અન્ય સ્ત્રોત જેવા કે સોના, મ્યચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.