1. Home
  2. ગુજરાતી
  3. બેંક ટૂંક સમયમાં જારી કરશે નવા કાર્ડ! આ હશે કાર્ડના ફીચર્સ
બેંક ટૂંક સમયમાં જારી કરશે નવા કાર્ડ! આ હશે કાર્ડના ફીચર્સ

બેંક ટૂંક સમયમાં જારી કરશે નવા કાર્ડ! આ હશે કાર્ડના ફીચર્સ

0
  • દેશમાં ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સરકારનું પગલું
  • RBI ટૂંક સમયમાં લૉન્ચ કરશે નવા પ્રીપેડ પેમન્ટ કાર્ડ
  • આ કાર્ડથી તમે 10 હજાર સુધીની ખરીદી કરી શકશો

દેશમાં ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવાના હેતુસર RBI એક નવું પ્રીપેડ પેમેંટ ઇન્સ્ટ્રુમેન્ટ જારી કરશે. ટૂંકમાં બેંક હવે ATM ઉપરાંત નવા જમાનાના પ્રીપેડ કાર્ડ પણ લૉન્ચ કરશે. નવા પ્રીપેડ કાર્ડનો ઉપયોગ શૉપિંગ તેમજ દુકાનો પર ચૂકવણી કરવા માટે થઇ શકશે. નવા પ્રીપેડ કાર્ડથી 10,000 રૂપિયા સુધીની સર્વિસીઝ તેમજ સામાન ખરીદી શકાશે.


શું છે પ્રીપેડ કાર્ડ
RBI અનુસાર પ્રીપેડ કાર્ડ નવા જમાનાનું કાર્ડ છે. જેમાં પહેલાથી જ પૈસા જમા કરાવી શકાય છે. આ પૈસાથી વસ્તુ તેમજ સેવાઓ ખરીદી શકાય છે. PPIથી મિત્ર કે સંબંધીઓને પણ તમે પૈસા મોકલી શકશો.

પ્રવર્તમાન સમયમાં ત્રણ પ્રકારના પીપીઆઇ કામ કરી રહ્યા છે. તે છે સેમી ક્લોઝ્ડ સિસ્ટમ પીપીઆઇ, ક્લોઝ્ડ સિસ્ટમ પીપીઆઇ તેમજ ઓપન સિસ્ટમ પીપીઆઇ.

પીપીઆઇને કાર્ડ કે મોબાઇલ વૉલેટ તરીકે પણ રજૂ કરી શકાય છે. દેશમાં કાર્યરત કેટલાક મુખ્ય પીપીઆઇમાં પેટીએમ, મોબિક્વિક, ગિફ્ટ કાર્ડ, ટ્રાવેલ, ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડ સામેલ છે.

ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રીપેડ કાર્ડ જારી કરાશે. તેમાં લોકો એકવારમાં મહત્તમ 10 હજાર રૂપિયાની રાશિ જમા કરાવી શકશે. માત્ર ડિજીટલ ચૂકવણી માટે આ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. આ માટે RBI 31 ડિસેમ્બરના રોજ અન્ય દિશા-નિર્દેશ જારી કરશે.

નવા પ્રીપેડ કાર્ડમાં યૂઝર્સ માત્ર તેના બેંક ખાતામાંથી જ પૈસા લોડ કે રિલોડ કરી શકશે. પીપીઆઇને કાર્ડ, વૉલેટ અથવા અન્ય કોઇ પ્રકારે રોકડ મારફતે લોડ અથવા રિલોડ કરી શકાય છે. તમે કોઇ બેંક ખાતા અથવા ક્રેડિટ કે અન્ય કોઇ ડેબિટ કાર્ડથી પણ તેવું કરી શકો છો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.