1. Home
  2. ગુજરાતી
  3. આ મહિનાથી તમે 24 કલાક NEFT સુવિધાનો લાભ ઉઠાવી શકશો
આ મહિનાથી તમે 24 કલાક NEFT સુવિધાનો લાભ ઉઠાવી શકશો

આ મહિનાથી તમે 24 કલાક NEFT સુવિધાનો લાભ ઉઠાવી શકશો

0

જો તમે પણ NEFT સુવિધાનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે એક ખુશખબર છે. હકીકતમાં, RBI એ જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2019 થી NEFT સિસ્ટમ 24 કલાક ચાલુ રહેશે. RBI ની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. RBI બેઠક દરમિયાન અનેક મોટા નિર્ણયો લીધા હતા. RBI એ રેપોરેટમાં પણ 0.35 ટકાનો કાપ મૂક્યો હતો. ડિસેમ્બરથી ગ્રાહકો માટે NEFT સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે.

NEFT રોકડની લેવડદેવડ માટે એક લોકપ્રિય માધ્યમ છે. આ સુવિધાની ખાસ વાત એ છે કે તેમાં ન્યૂનતમ અને મહત્તમ રોકડની લેવડદેવડની કોઇ નિશ્વિત મર્યાદા નથી. જો કે તેમાં એક ખામી એ છે કે તેમાં ફંડ ટ્રાન્સફર એક નિર્ધારિત સમય પર જ શક્ય બને છે.

કેટલો લાગે છે ચાર્જ
ICICI બેંકની વેબસાઇટ અનુસાર, NEFT સુવિધામાં 10 હજાર રૂપિયા સુધી NEFT ટ્રાન્સફર પર 2.25 રૂપિયા અને GST ચાર્જ વસૂલાય છે. 10 હજારથી 1 લાખ સુધીની રાશિ પર 4.75 રૂપિયા NEFT ચાર્જ અને GST ચાર્જ લાગે છે. 1 લાખથી 2 લાખ રૂપિયા સુધીની રકમ પર NEFT ચાર્જ 14.75 રૂપિયા અને GST ચાર્જ લાગે છે. જ્યારે 2 લાખ રૂપિયાથી વધુ રકમ પર 24.75 રૂપિયા અને GST ચાર્જ વસૂલાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.