1. Home
  2. ગુજરાતી
  3. GDPમાં ઘટાડો થતા ગ્રાહકોનો વિશ્વાસ તૂટ્યો: RBI નો સર્વેમાં ખુલાસો
GDPમાં ઘટાડો થતા ગ્રાહકોનો વિશ્વાસ તૂટ્યો: RBI નો સર્વેમાં ખુલાસો

GDPમાં ઘટાડો થતા ગ્રાહકોનો વિશ્વાસ તૂટ્યો: RBI નો સર્વેમાં ખુલાસો

0
  • કોરોના સંક્રમણને કારણે આર્થિક ગતિવિધિઓ સ્થગિત થતા અર્થતંત્રને નુકસાન
  • વર્ષ 2020માં ગ્રાહકોનો વિશ્વાસ ધીરે ધીરે તુટી રહ્યો છે: RBIનો સર્વે
  • ઇન્ડેક્સ પોતાની ઐતિહાસિક નીચલી સપાટી પર પહોંચ્યો

કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકડાઉન દરમિયાન મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ સ્થગિત હતી ત્યારે તેને કારણે અર્થતંત્રની ગતિ ધીમી થઇ ગઇ છે. આરબીઆઇએ પ્રથમવાર ચેતવણી આપી છે કે, હાલની સ્થિતિ જોતા ભારતના GDPમાં અત્યંત ઝડપી ઘટાડો થવાની શક્યતા છે.

વર્ષ 2020માં ગ્રાહકોનો વિશ્વાસ તુટી રહ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે ઇન્ડેક્સ પોતાની ઐતિહાસિક નીચલી સપાટી પર પહોંચી ગયો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારીને કારણે ગ્રાહકોનો વિશ્વાસ પૂરી રીતે ડગમગી ગયો છે અને તેને કારણે નાણાકીય વર્ષ 2020-21માં અર્થતંત્રમાં 1.5 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. RBIએ જાહેર કરેલા એક સર્વેમાં આ અનુમાન લગાવ્યું હતું. જો કે આગામી નાણાકીય વર્ષ દરમિયાન વૃદ્વિ દર ફરી વધશે અને તેમાં 7.2 ટકાની વૃદ્વિ જોવા મળશે તેવો RBIએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

PFCAમાં પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જો કે આગામી નાણાકીય વર્ષમાં 6.9 ટકા વૃદ્વિ જોવા મળશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.