ગુજરાતી

રિલાયન્સે રચ્યો ઇતિહાસ, 12 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ પાર કરનારી દેશની પ્રથમ કંપની બની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ માર્કેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 12 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ પાર કરનારી દેશની પ્રથમ કંપની બની ગઇ છે. BSE પર RILનો શેર 3.21 ટકાના ઉછાળાની સાથે 1938.80 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર પહોંચી ગયો. રિલાયન્સના શેરના તેજીથી કંપનીનું માર્કેટ કેપ 12 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું.

બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ આર્મ જીયો પ્લેટફોર્મ્સમાં ક્વાલકૉમ વેન્ચર્સે 730 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સમજૂતી બાદ ક્વાલકૉમ વેન્ચર્સ જીયો પ્લેટફોર્મ્સમાં 0.15 ટકા હિસ્સેદારી મેળવશે. આ સોદા માટે જીયોની ઇક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા જ્યારે એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે છેલ્લા 12 સપ્તાહમાં જીયો પ્લેટફોર્મ્સે 25.24 ટકા ભાગીદારી થકી હવે 1,18,318.45 કરોડ રૂપિયા એકઠાં કર્યાની જાહેરાત કરી છે.

આપને જણાવી દઇએ કે ફેસબૂકે જીયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકાની ભાગીદારી માટે 43,574 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત જનરલ એટલાન્ટિક, કેકેઆર, સાઉદી સોવરેન વેલ્થ ફંડ, અબુ ધાબી સ્ટેટ ફંડ, સાઉદી અરબની પીઆઇએ અને ઇન્ટેલ જેવા ગ્લોબલ ઇન્વેસ્ટરે પણ જીયો પ્લેટફોર્મ્સમાં રોકાણની જાહેરાત કરી છે.

(સંકેત)

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply