in ,

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આગઝરતી તેજી, 12 ટકાના બમ્પર ઉછાળા સાથે 1300 ની સપાટીને પાર

આજે શેરબજાર કડડભૂસ થવા છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં 10 વર્ષની સૌથી વધુ તેજી જોવા મળતા તે 12 ટકાના રોકેટ ઉછાળા સાથે 1302.50 ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. 14 જૂન 2009 પછીની આ સૌથી વધુ તેજી છે. આ બમ્પર ઉછાળા સાથે રિલાયન્સનું માર્કેટ કેપ 84,000 કરોડ રૂપિયાથી વધીને 8.21 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. શુક્રવાર એ શેરબજાર બંધ થવા સમયે તે 7.37 લાખ કરોડ રૂપિયા હતું.

AGM માં જાહેરાતોના પગલે શેર્સમાં ઉછાળો
રિલાયન્સની 42 મી AGM માં સોમવાર એ કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી એ અનેક મહત્વની જાહેરાતો કરી હતી. વિશ્લેષકો અનુસાર અંબાણી દ્વારા કરાયેલી જાહેરાતોના પગલે રિલાયન્સના શેર્સમાં ખરીદદારીમાં પણ વધારો થયો હતો.

નોંધનીય છે કે ગઇકાલે યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા સાઉદી અરામ્કો સાથેની ડીલ ઉપરાંત રિલાયન્સ ફ્યૂલ રિટેલ બિઝનેસના હિસ્સાના વેચાણથી માંડીને જીયો ગીગા ફાઇબરના લૉન્ચિંગ સહિતની અનેક જાહેરાતો કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કાશ્મીરમાંથી કલમ-370 ગેરબંધારણીય રીતે હટાવાઈઃપ્રિયંકા ગાંધી

નફરત ફેલાવનારા 8 ટ્વિટર એકાઉન્ટને મોદી સરકારે પ્રતિબંધિત કરવા કહ્યું, ચારને ટ્વિટરે તાત્કાલિક કર્યા સસ્પેન્ડ