1. Home
  2. ગુજરાતી
  3. ફેસબૂક-રિલાયન્સ જીયો વચ્ચે પાર્ટનરશીપ – ફેસબૂક એ JIOમાં 9.99 ટકા હિસ્સો 43,574 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ફેસબૂક-રિલાયન્સ જીયો વચ્ચે પાર્ટનરશીપ – ફેસબૂક એ JIOમાં 9.99 ટકા હિસ્સો 43,574 કરોડ રૂપિયામાં ખરીદ્યો

ફેસબૂક-રિલાયન્સ જીયો વચ્ચે પાર્ટનરશીપ – ફેસબૂક એ JIOમાં 9.99 ટકા હિસ્સો 43,574 કરોડ રૂપિયામાં ખરીદ્યો

0
  • સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબૂક-રિલાયન્સ જીયો વચ્ચે સમજૂતી
  • ફેસબૂક એ જીયો પ્લેટફોર્મમાં કર્યું કુલ 43,574 કરોડ રૂપિયાનું રોકાણ
  • આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્વતા દર્શાવે છે – ફેસબૂક
  • JIO-FB વચ્ચેની ભાગીદારી ભારતને ડિજીટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશે: મુકેશ અંબાણી

સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબૂક હવે દૂરસંચાર કંપની રિલાયન્સ જિયોની સૌથી મોટી શેરધારક બની ચૂકી છે. ફેસબૂક એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જિયો પ્લેટફોર્મમાં 5.7 બિલિયન ડૉલર એટલે કે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ફેસબૂક એ ભારતની મોટી ટેલિકોમ કંપની JIOમાં 9.99 ટકા હિસ્સો 43,574 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

આ ડીલની જાહેરાત કરતા ફેસબૂક એ જણાવ્યું હતું કે, ‘આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્વતા દર્શાવે છે. જીયો ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમારામાં ઉત્સાહનો સંચાર થયો છે. ચાર વર્ષથી પણ ઓછા સમયમાં રિલાયન્સ Jio 388 મિલિયનથી વધુ લોકોને ઓનલાઇન પ્લેટફોર્મ પર લઈને આવ્યું છે. આ ઇનોવેશન અને નવા એન્ટરપ્રાઇઝીસને પ્રોત્સાહન આપી રહ્યું છે. લોકોને નવી પદ્ધતિઓથી જોડી રહ્યા છે. તેથી અમે જિયોના માધ્યમથી ભારતમાં પહેલાથી વધુ લોકોની સાથે જોડાવા માટે પ્રતિબદ્ધ છીએ.’

ફેસબૂક સાથે ભાગીદારી અંગે વાત કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, લાંબા ગાળાના ભાગીદાર બનતાં હું ફેસબૂકનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ સોદાથી ભારત દુનિયાની ડિજીટલ સોસાયટીમાં અગ્રેસર થવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. Jiomart તેમજ Whatsapp મળીને 3 કરોડ કરિયાણાના દુકાનદારોને વધુ સમર્થ બનાવશે.

આ ડીલ અંગે ફેસબૂકના CEO માર્ક ઝકરબર્ગ એ કહ્યું હતું કે ફેસબુક Jio Platformsની સાથે મળી કામ કરી રહ્યું છે. અમે એક નાણાકીય રોકાણ કરી રહ્યા છીએ અને તેનાથી પણ વધુ અમે કેટલીક મુખ્ય પરિયોજનાઓ પર એક સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે સમગ્ર ભારતમાં લોકોને બિઝનેસની નવી તક આપશે. હું મુકેશ અંબાણી અને સમગ્ર Jio ટીમને તેમની ભાગીદારી માટે ધન્યવાદ કરવા માંગું છું. હું નવી ડિલને લઈ ખૂબ ઉત્સાહિત છું.

મહત્વનું છે કે આ રોકાણ બાદ રિલાયન્સ પોતાના મોબાઈલ બીઝનેસના વૃદ્ધિના બીજા તબક્કા માટે આગળ વધશે. જેમાં ડીજીટલ ઇન્ફ્રા ઉભું કરી લઘુ એકમો, અસંગઠિત સાહસો, નાના કરિયાણાના વેપારીઓ અને ખેડૂતોને એક જ પ્લેટફોર્મ ઉપર લાવી તેમને ડીજીટલ ટેકનોલોજીનો લાભ મળે એવી સેવાઓ આપવામાં આવશે. ફેસબુકની સાથે વોટ્સએપ પણ રિલાયન્સ રીટેલ સાથે કરાર કરી રહ્યું છે એટલે ઈ-કોમર્સ બિઝનેસમાં પણ મોટો વેગ મળશે એવી ધારણા છે.

(સંકેત)


LEAVE YOUR COMMENT

Your email address will not be published.