1. Home
  2. ગુજરાતી
  3. રિલાયન્સનો Amazon, Flipkart ને પડકાર, ઑનલાઇન શોપિંગ માટે લૉન્ચ કર્યું JioMart
રિલાયન્સનો Amazon, Flipkart ને પડકાર, ઑનલાઇન શોપિંગ માટે લૉન્ચ કર્યું JioMart

રિલાયન્સનો Amazon, Flipkart ને પડકાર, ઑનલાઇન શોપિંગ માટે લૉન્ચ કર્યું JioMart

0
  • રિલાયન્સ રિટેલ એ ઑનલાઇન શોપિંગ માટે નવા વેન્ચર જિયોમાર્ટની કરી શરૂઆત
  • તેનાથી ઇકૉમર્સ કારોબારમાં Amazon અને Flipkartને મળશે પડકાર
  • કંપનીએ હાલમાં મુંબઇના કેટલાક વિસ્તારોમાં તેનું સૉફ્ટ લોન્ચિંગ કર્યું છે

ભારતી ઇ-કોમર્સ માર્કેટમાં પ્રભુત્વ જમાવી ચૂકેલા Amazon અને Flipkart ને પડકાર આપવા માટે મુકેશ અંબાણી ટૂંક સમયમાં JioMart લૉન્ચ કરવા જઇ રહ્યા છે. આ માટે રિલાયન્સ રિટેલ એ સોમવારે જ જીયો ટેલિકોમ યૂઝર્સને જિયોમાર્ટમાં રજિસ્ટર કરવા માટે અનુરોધ કર્યો છે.

જીયોમાર્ટ હાલમાં મુંબઇના નવી મુંબઇ, થાણે તેમજ કલ્યાણ વિસ્તારમાં માર્ટની સેવા પ્રદાન કરવા જઇ રહી છે. મુકેશ અંબાણીએ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં જ આ સાહસ દ્વારા 3 કરોડ નાના દૂકાનદારોને એક પ્લેટફોર્મ પર જોડવાના સંકેતો આપ્યા હતા.

આ અંગે રિલાયન્સ રિટેલના અધિકારીએ જણાવ્યું હતું કે અમે તેનું સોફ્ટ લોન્ચિગ કર્યું છે. દરેક જીયો યૂઝર્સને પ્રારંભમાં નોંધણી કરાવીને પ્રોડક્ટની ખરીદી પર ડિસ્કાઉન્ટની ઑફર કરાઇ છે. જીયોમાર્ટ એપને પણ ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે.

જો કે કંપનીએ હજુ સુધી કોઇ અધિકૃત નિવેદન જારી નથી કર્યું. જીયોમાર્ટના ગ્રાહકોને 50,000થી વધુ ગ્રૉસરી ઉત્પાદોની ફ્રી હોમ ડિલિવરીનો વિકલ્પ પૂરો પડાઇ રહ્યો છે અને તે માટે કોઇ ન્યૂનતમ ઑર્ડર વેલ્યુ પણ નથી. તમે રિટર્ન પણ કરી શકો છો તેમજ એક્સપ્રેસ ડિલિવરીનો પણ વાયદો અપાયો છે.

રિલાયન્સ રિટેલની ઇ-કૉમર્સ સેવા દ્વારા ઑફલાઇન અને ઑનલાઇન બન્ને રીતે કારોબાર કરાશે અને તેનાથી તમામ ઉત્પાદકો, વ્યાપારીઓ, નાના દુકાનદારો, બ્રાન્ડ અને ઉપભોક્તાઓને જોડવામાં આવશે. હાલમાં તો રિલાયન્સ રિટેલ નેબરહુડ સ્ટોર, સુપરમાર્કેટ, હાઇપરમાર્કેટ જેવા સ્ટોર્સનું સંચાલન કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.