1. Home
  2. ગુજરાતી
  3. RBIની ભેટ, રેપોરેટમાં 0.35 ટકાનો ઘટાડો, હોમ-ઑટો લોન સસ્તી થશે
RBIની ભેટ, રેપોરેટમાં 0.35 ટકાનો ઘટાડો, હોમ-ઑટો લોન સસ્તી થશે

RBIની ભેટ, રેપોરેટમાં 0.35 ટકાનો ઘટાડો, હોમ-ઑટો લોન સસ્તી થશે

0

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ સામાન્ય નાગરિકોને લ્હાણી કરતા સતત ચોથી વખત વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. RBI ની યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપોરેટમાં 0.35 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે નવો રેપો રેટ 5.40 ટકા તેમજ રિવર્સ રેપો રેટ 5.15 ટકા થયો છે. સર્વોચ્ચ બેંકના આ નિર્ણય બાદ અન્ય બેંકો પર પણ વ્યાજદરમાં કાપ મૂકવાનું દબાણ વધશે. તે ઉપરાંત RBI એ વર્તમાન નાણાંકીય વર્ષ માટે જીડીપી દર 6.9 ટકા રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે.

RBI નો ઐતિહાસિક નિર્ણય
નોંધનીય છે કે RBI ની મોનેટરી પોલિસી કમિટીની ગત બેઠકમાં RBI એ રેપોરેટમાં ક્રમશ: 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. ઑગસ્ટમાં સતત ચોથીવાર વ્યાજદરોમાં કાપ મૂકાયો છે. તે ઉપરાંત RBI ના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે જ્યારે ગવર્નરની નિયુક્તિ બાદ સતત ચાર વાર રેપોરટ ઘટ્યો છે. જણાવી દઇએ કે વર્ષ 2018 ના ડિસેમ્બર માસમાં ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસ RBI ના નવા ગવર્નર તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ કુલ 4 વાર RBIની બેઠક યોજાઇ છે.

શું થશે સામાન્ય નાગરિક પર અસર
RBI ના આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો હોમ અને ઑટો લોનધારકને થશે. હકીકતમાં, RBI ના વ્યાજદરમાં કાપ બાદ બેંકો પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધશે. જણાવી દઇએ કે RBI દ્વારા સતત રેપોરેટમાં કાપ મૂકાયા બાદ પણ બેંકોએ તેઓના ગ્રાહકોને ઓછા વ્યાજદરોના લાભથી વંચિત રાખ્યા છે. આ જ કારણોસર હાલમાં જ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેંકોને વ્યાજદરમાં ઘટાડો કરીને ગ્રાહકોને તેનો લાભ આપવા જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.