1. Home
  2. ગુજરાતી
  3. રાહતના સમાચાર: રિટેલ મોંઘવારી દર ચાર મહિનાના તળિયે, માર્ચમાં ઘટીને 5.91% નોંધાયો
રાહતના સમાચાર: રિટેલ મોંઘવારી દર ચાર મહિનાના તળિયે, માર્ચમાં ઘટીને 5.91% નોંધાયો

રાહતના સમાચાર: રિટેલ મોંઘવારી દર ચાર મહિનાના તળિયે, માર્ચમાં ઘટીને 5.91% નોંધાયો

0
  • કોરોનાથી અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર વચ્ચે રાહતજનક સમાચાર
  • મોંઘવારી દર માર્ચ મહિનામાં ઘટીને 5.91 ટકા નોંધાયો છે.
  • છેલ્લા ચાર મહિનાનો સૌથી નીચો મોંઘવારી દર નોંધાયો

એક તરફ કોરોના વાયરસની મહામારીને કારણે અર્થતંત્ર પર નકારાત્મક અસરો જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ એક રાહતજનક સમાચાર આવ્યા છે. માર્ચ મહિનામાં ગ્રાહક ભાવાંકની રીતે મોંઘવારી દર ઘટીને 5.91 ટકા નોંધાયો છે જે છેલ્લા ચાર મહિનાનો સૌથી નીચો મોંઘવારી દર છે.

બીજી તરફ રિટેલ મોંઘવારી દર વિશે વાત કરીએ તો આ દર નવેમ્બર 2019 બાદ પ્રથમવાર રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસીની 6 ટકાના લક્ષ્યાંકથી નીચે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ/રિટેલ ઇન્ફ્લેશનની રીતે મોંઘવારી દર માર્ચ મહિનામાં ઘટીને 5.91 ટકા આવ્યો છે જ્યારે ગત ફેબ્રુઆરી માસ દરમિયાન ફૂગાવો 6.58 ટકા અને માર્ચ 2019ના સમયગાળા દરમિયાન તે 2.86 ટકા નોંધાયો હતો.

માર્ચ 2020માં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભાવવધારાનો દર 8.76 ટકા નોંધાયો છે જે ગત મહિને ફેબ્રુઆરીમાં 10.81 ટકા નોંધાયો હતો. અનાજ અને તેની પેદાશોમાં મોંઘવારી દર માર્ચમાં 5.30 ટકા નોંધાયો છે.

બીજી બાજુ કઠોળ તેમજ દાળના ભાવ માર્ચમાં 15.85 ટકા વધ્યા છે. જ્યારે ફેબ્રુઆરીમાં તેના ભાવ 16.61 ટકા વધ્યા હતા. ઇંધણ- વિજળીના ભાવમાં વધારાની વાત કરીયે તો માર્ચમાં તે 6.59 ટકા આવ્યો છે જે ફેબ્રુઆરીમાં 6.36 ટકા હતો.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે પોતાની ધિરાણનીતિમાં મોંઘવારી દર 4 ટકા રહેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો.

(સંકેત)


LEAVE YOUR COMMENT

Your email address will not be published.