BUSINESSગુજરાતી

કોરોના સંકટ વચ્ચે જાહેર ક્ષેત્રની બેંકોએ દોઢ મહિનામાં 6.45 લાખ કરોડની લોન આપી

  • કોરોના મહામારી વચ્ચે અનેક ઉદ્યોગો આર્થિક સંકટમાંથી થઇ રહ્યા છે પસાર
  • દેશની જાહેર ક્ષેત્રોની બેંકોએ MSME, કૃષિ ક્ષેત્રો માટે 6.45 લાખ કરોડની લોન કરી મંજૂર
  • બેંકોએ 8 મે સુધીમાં કુલ 5.95 લાખ કરોડ રૂપિયાની લોન કરી મંજૂર

કોરોના વાયરસના સંકટને કારણે સમગ્ર દેશમાં અનેક ઉદ્યોગો તેમજ ધંધા ઠપ છે ત્યારે અનેક લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ આર્થિક સંકટ વચ્ચે દેશની જાહેર ક્ષેત્રની બેંકોએ 1 માર્ચથી 15મેની વચ્ચે નાના અને મધ્યમ ઉદ્યોગો, કૃષિ અને છૂટક સહિતના વિવિધ ક્ષેત્રો માટે 6.45 લાખ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી. આ બેંકોએ 8 મે સુધીમાં કુલ 5.95 લાખ કરોડ રૂપિયાની લોનને મંજૂરી આપી હતી.

આ અંગે માહિતી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટ્વીટમાં કહ્યું હતું કે, 1 માર્ચથી 15 મેની વચ્ચે. PSBએ 6.45 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન મંજૂર કરી. તેમાંથી 54.96 લાખ ખાતા MSME, કૃષિ અને છૂટક ક્ષેત્રના છે. તે ઉપરાંત ધિરાણમાં નોંધપાત્ર વૃદ્વિ જોવા મળી છે, કારણ કે 8મી મે સુધી આ આંકડો રૂ.5.95 લાખ કરોડ હતો.

(સંકેત)

Related posts
BUSINESSગુજરાતી

દેશની સરકારી બેંકોને આગામી 2 વર્ષમાં રૂ.2.1 લાખ કરોડની આવશ્યકતા રહેશે: મૂડીઝ

ભારતની જાહેર ક્ષેત્રની બેંકોની નાણાંની આવશ્યકતાને લઇને મૂડીઝનો રિપોર્ટ જાહેર ક્ષેત્રોની બેંકોને આગામી 2 વર્ષમાં રૂ.2.1 લાખ કરોડના મૂડી ભંડોળની જરૂર રહેશે…
BUSINESSગુજરાતી

લોકડાઉન દરમિયાન બેન્કોનું ધિરાણ પખવાડિયામાં 7.2 ટકા વધ્યું

લોકડાઉન દરમિયાન ભારતીય બેન્કોની લોનમાં 7.2 ટકાની વૃદ્વિ બેન્કોના ધિરાણ ઉપરાંત થાપણમાં પણ 9.5 ટકાનો વધારો બેન્કોની આઉટસ્ટેન્ડિંગ લોનની રકમ ઘટીને 103.59…

Leave a Reply