1. Home
  2. ગુજરાતી
  3. SBIના ગ્રાહકો માટે માઠા સમાચાર! બેંકના આ નિર્ણયથી આપને થશે નુકસાન
SBIના ગ્રાહકો માટે માઠા સમાચાર! બેંકના આ નિર્ણયથી આપને થશે નુકસાન

SBIના ગ્રાહકો માટે માઠા સમાચાર! બેંકના આ નિર્ણયથી આપને થશે નુકસાન

0
  • SBI એ તેમના ગ્રાહકોને આપ્યો ઝટકો, એફડી દરો ઘટાડ્યા
  • SBIએ એફડી દરો પર 0.15 ટકાથી 0.75 ટકા સુધી ઘટાડો કર્યો
  • નવા એફડી દરો 10 નવેમ્બર 2019થી લાગૂ કરાશે

જો તમે પણ SBIના ખાતેદાર છો તો આ સમાચાર તમને ઝટકો આપી શકે છે. હકીકતમાં, SBIએ ફિકસ્ડ ડિપોઝીટ એટલે કે FD પરના વ્યાજદરોમાં 0.15 ટકાથી 0.75 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. બેંકના આ નિર્ણયથી હવે બેંકમાં એફડી કરાવતા ખાતેદારોને પહેલાની સરખામણીએ ઓછું વ્યાજ મળશે.

SBI હવે 7-45 દિવસની એફડી પર ખાતેદારને 4.50 ટકા વ્યાજ આપશે. તે ઉપરાંત 46 દિવસથી 179 દિવસ સુધી FD પર 5.50 ટકા વ્યાજ મળશે. બેંક ખાતેદારોને 180 દિવસથી 210 દિવસની અવધિ માટે ફિકસ્ડ ડિપોઝીટ પર 5.80 ટકા સુધી વ્યાજ મળશે. 1 વર્ષ માટે બેંક FD પર 6.80 ટકા સુધીનું વ્યાજ આપશે.

જો ખાતેદાર 1-2 વર્ષ માટે FD કરાવવા માંગતો હોય તો તેને FD પર 6.25 ટકાનું વ્યાજ મળશે. તે ઉપરાંત 2થી 3 વર્ષ સુધી, 3થી 5 વર્ષ અને 5થી 10 વર્ષ સુધીની FD પર બેંક 6.25 ટકા વ્યાજ આપશે.

આ ઉપરાંત, સીનિયર સિટીઝન માટે પણ વ્યાજદરોમાં ઘટાડો કરાયો છે. સીનિયર સિટીઝનને 7-45 દિવસ સુધીની એફડી પર 5 ટકા સુધી વ્યાજ મળશે. 1થી 2 વર્ષ સુધી, 2થી 3 વર્ષ સુધી, 3થી 5 વર્ષ સુધી અને 5થી 10 વર્ષને માટે FD પર બેંક સિનિયર સિટીઝનને 6.75 ટકાનું વ્યાજ આપશે.

નોંધનીય છે કે SBIએ પ્રવર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં 7મી વાર વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. આ નવા એફડી દરો 10 નવેમ્બર 2019થી લાગૂ કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.