1. Home
  2. ગુજરાતી
  3. SBIના ગ્રાહકો માટે ખુશખબર, હવે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર પર નહીં વસૂલાય IMPS ચાર્જ
SBIના ગ્રાહકો માટે ખુશખબર, હવે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર પર નહીં વસૂલાય IMPS ચાર્જ

SBIના ગ્રાહકો માટે ખુશખબર, હવે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર પર નહીં વસૂલાય IMPS ચાર્જ

0

જો તમે SBI બેંકના ગ્રાહક છો તો તમારા માટે ખુશખબર છે. જી હા, દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ હવે IMPS ચાર્જ પણ નાબુદ કરવાની જાહેરાત કરી છે. હકીકતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આદેશ બાદ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ તેની NEFT અને RTGS સેવા પરના ચાર્જ પણ દૂર કર્યા હતા.

RBI દ્વારા ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી આર્થિક લેવડદેવડને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ પ્રકારના ચાર્જને નાબુદ કરવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં હવે ઓગસ્ટ મહિનાથી એસબીઆઇની IMPS સેવા પણ નિશુલ્ક બનશે.

નોંધનીય છે કે મોટી રકમની લેવડદેવડ માટે RTGS તેમજ 2 લાખ સુધીની રકમની લેવડદેવડ માટે NEFT પ્રણાલીનો ઉપયોગ થાય છે. બેંક મુજબ હવે યોનો, ઇન્ટરનેટ બેન્કિંગ તેમજ મોબાઇલ બેન્કિંગના માધ્યમથી ફંડ ટ્રાન્સફર કરનારા યૂઝર્સ પાસેથી હવે કોઇપણ પ્રકારના IMPS ચાર્જની વસૂલાત નહીં કરવામાં આવે.

એસબીઆઇના 6 કરોડ ખાતાધારકો તેની ઓનલાઇન સેવાનો ઉપયોગ કરે છે જેમાં 1.41 કરોડ લોકો મોબાઇલ બેન્કિંગની સુવિધાનો ઉપયોગ કરે છે. બેંકના ડિજીટલ પ્લેટફોર્મ યોનોના 1 કરોડ યૂઝર્સ છે.

જાણો IMPS વિશે
આઇએમપીએસ એ ઇન્સટન્ટ ઇંટરબેંક ઇલેટ્રોનિક ફંડ ટ્રાન્સફર સર્વિસ છે, જેનો ઉપયોગ મોબાઇલ ફોન, એટીએમ કે પછી ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી કરી શકાય છે. આ સુવિધાથી માત્ર પાંચ મિનિટમાં સામેવાળી વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઇ જાય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.