1. Home
  2. ગુજરાતી
  3. સેન્સેક્સમાં 293 પોઇન્ટનો ઉછાળો, 40,345 પોઇન્ટના રેકોર્ડ સ્તર પર સેન્સેક્સ
સેન્સેક્સમાં 293 પોઇન્ટનો ઉછાળો, 40,345 પોઇન્ટના રેકોર્ડ સ્તર પર સેન્સેક્સ

સેન્સેક્સમાં 293 પોઇન્ટનો ઉછાળો, 40,345 પોઇન્ટના રેકોર્ડ સ્તર પર સેન્સેક્સ

0

સકારાત્મક ઘરેલુ અને વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે સેન્સેક્સ 293 અંકોના ઉછાળા સાથે નવા રેકોર્ડ સ્તર 40,344 અંકની સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ફોસિસ, SBI, HDFC બેંક અને ટીસીએસમાં તેજી વચ્ચે સેન્સેક્સે આ રેકોર્ડ બનાવ્યો હતો. શેરબજારમાં શરૂઆતી કારોબાર દરમિયાન તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 263 પોઇન્ટના ઉછાળા સાથે 40,315 ની સપાટીએ કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી પણ 71 પોઇન્ટની તેજી સાથે 11,915 પર ટ્રેડ કરી રહ્યો હતો.

સેન્સેક્સની કંપનીઓમાં SBI, ઇન્ફોસિસ, તાતા મોટર્સ, યસ બેંક તેમજ સનફાર્માના શેર્સમાં 4.35 ટકા સુધીની તેજી જોવા મળી હતી. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તાતા સ્ટીલ, ટેકએમ, પાવરગ્રિડ તેમજ એક્સિસ બેંકના શેર્સ 1.09 ટકા સુધીની નુકસાનીમાં રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.