1. Home
  2. ગુજરાતી
  3. સેન્સેક્સમાં નરમાઇનો માહોલ – નિફ્ટી અને રૂપિયામાં પણ ઘટાડાની ચાલ
સેન્સેક્સમાં નરમાઇનો માહોલ – નિફ્ટી અને રૂપિયામાં પણ ઘટાડાની ચાલ

સેન્સેક્સમાં નરમાઇનો માહોલ – નિફ્ટી અને રૂપિયામાં પણ ઘટાડાની ચાલ

0

શુક્રવારના રોજ શેરબજારની શરૂઆત વધઘટ વગર થઇ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં આંશિક તેજી જ જોવા મળી હતી. જ્યારે રૂપિયામાં પણ નરમાઇ જોવા મળી હતી. જ્યારે ક્રૂડ અને સોનામાં તેજીનો માહોલ યથાવત્ છે.

સેન્સેક્સમાં 69 પોઇન્ટનો મામૂલી ઉછાળો
સેન્સેક્સ કારોબાર દરમિયાન 69 પોઇન્ટની તેજી સાથે 38,892 પોઇન્ટ પર તેમજ નિફ્ટી 21 અંકના વધારા સાથે 11,604 પોઇન્ટ પર ખુલ્યો હતો. કારોબારની શરૂઆત દરમિયાન ખાસ કરીને લેમનટ્રી, એસસીઆઇ, એચએસસીએલ, એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસીઝ, એચએફસીએલના શેરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં ઝી એન્ટરટેઇનમેન્ટ, જેએસડબલ્યૂ સ્ટીલ, હીરો મોટોકોર્પ, ઇન્ડસઇન્ડ બેંક, તાતા મોટર્સમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

રૂપિયામાં નરમાઇનો ટ્રેન્ડ
ડૉલરની સામે રૂપિયામાં આંશિક નરમાઇની ચાલ પ્રવર્તેલી હતી. ડૉલરની સામે રૂપિયો આજે 1 પૈસાની નરમાઇ સાથે 68.45 પર ટ્રેડિંગ થઇ રહ્યો છે. જ્યારે ગઇ કાલે રૂપિયો 68.44 ના સ્તરે બંધ રહ્યો હતો.

ક્રૂડ ઓઇલમાં તેજી
ક્રૂડ ઓઇલમાં ખાસ કરીને બેન્ટ ક્રૂડમાં મજબૂતાઇ જોવા મળી હતી અને તે 67 ડૉલરની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં મજબૂતાઇની ચાલ જોવા મળી છે અને કોમેક્સ સોનું પણ 0.24 પોઇન્ટના ઉછાળા સાથે 1410.10 ડોલરની આસપાસ જોવા મળી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.