1. Home
  2. ગુજરાતી
  3. સેન્સેક્સની સંગીન શરૂઆત, 39000 ને પાર, નિફ્ટી 11,600
સેન્સેક્સની સંગીન શરૂઆત, 39000 ને પાર, નિફ્ટી 11,600

સેન્સેક્સની સંગીન શરૂઆત, 39000 ને પાર, નિફ્ટી 11,600

0

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની તેજી સાથે શરૂઆત થઇ હતી. બીએસઇ ખાતે સેન્સેક્સ 273.72 પોઇન્ટના ઉછાળા સાથે 39,009 પોઇન્ટ પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી પણ 0.54 ટકાના વધારા સાથે 11,600 ને પાર કર્યું હતું. જો કે કારોબાર શરૂ થયાના કેટલાક સમયમાં જ ફરીથી ઘટાડો પણ જોવા મળ્યો હતો.

આ શેર્સમાં તેજી
કારોબારની શરૂઆતમાં ખાસ કરીને ઇન્ફોસિસમાં 4.29 ટકા, યસ બેંક 4.09 ટકા, સન ફાર્મા 3.62 ટકા, તાતા મોટર્સ 1.66 ટકા અને બજાજ ઑટોમાં 0.78 ટકાની તેજી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી ગેનર્સમાં સૌથી વધુ ઇન્ફોસિસ 4.61 ટકા, સન ફાર્મા 3.34 ટકા, યસ બેંક 2.44 ટકા, ડૉ.રેડ્ડી 1.73 ટકા તેમજ વિપ્રો 1.16 ટકાની તેજી જોવા મળી હતી.

આ શેર્સમાં નુકસાન
શેરબજારમાં કેટલાક શેર્સની કિંમતમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો જેમાં વેદાંતા, તાતા સ્ટીલ, એલ એન્ડ ટી, પાવર ગ્રિડ અને એસબીઆઇ સામેલ છે. જ્યાર નિફ્ટીમાં ખાસ કીરને હીરો મોટોકૉર્પ, એલ એન્ડ ટી, એચડીએફસી, વેદાંતા અને બજાજ ફાઇનાન્સમાં મંદી જોવા મળી હતી.

ગત સપ્તાહનો શેરબજાર ટ્રેન્ડ
ગત સપ્તાહના કારોબારની વાત કરીએ તો સેન્સેક્સ ઘટાડા સાથે બંધ થયો હતો. બીએસઇની 30 કંપનીઓ પર આધારિત સેન્સેક્સ 86.88 પોઇન્ટના ઘટાડા સાથે 38,736.23 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 30.40 પોઇન્ટના ઘટાડા બાદ 11,552.50 પર બંધ રહ્યો હતો. દિવસભરના કારોબાર દરમિયાન સેન્સેક્સ 39,021 ના ઉપલા સ્તરે અને 38,684 ના નીચલા સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 11,639 પોઇન્ટના ઉપલા સ્તરે તેમજ 11,538.60ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.