1. Home
  2. ગુજરાતી
  3. શેરબજારમાં તેજી-મંદીનો માહોલ, સેન્સેક્સ 37000 અને નિફ્ટી 11000 પાર
શેરબજારમાં તેજી-મંદીનો માહોલ, સેન્સેક્સ 37000 અને નિફ્ટી 11000 પાર

શેરબજારમાં તેજી-મંદીનો માહોલ, સેન્સેક્સ 37000 અને નિફ્ટી 11000 પાર

0

શેરબજારમાં શુક્રવારનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહ્યો હતો. સવારે કારોબાર દરમિયાન માર્કેટમાં સુસ્તી હતી જો કે અંતે ઉછાળા સાથે માર્કેટ બંધ થયું હતું. કારોબારના અંતે સેન્સેક્સ 39 પોઇન્ટ વધીને 37,350 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 18.40 પોઇન્ટના બાઉન્સબેક સાથે 11,047 ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના 30 શેર્સમાં ઉછાળો જ્યારે 20 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી પર ફાર્મા સેક્ટરનું પ્રદર્શન નબળું રહ્યું હતું. કારોબાર દરમિયાન ગ્લેનમાર્ક ફાર્મામાં 6 ટકાનો ઘટાડો થયો હતો. સન ફાર્મા, લ્યૂપિન, ડૉ.રેડ્ડીઝ લેબ, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા અને કેડિલા હેલ્થકેરના શેર્સમાં કડાકો જોવા મળ્યો હતો. આઇટી સેક્ટરમાં શેર્સમાં કડાકો નોંધાયો હતો.

માઇન્ડટ્રી, તાતા કન્સલટન્સી સર્વિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો અને HCL ટેકના શેર્સ નુકસાનીમાં રહ્યા હતા. બેન્કિંગ અને ઓટો શેર્સને કારણે નિફ્ટીનું 11,000નું સ્તર જળવાઇ રહ્યું હતું.

મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ઉછાળો થયો હતો. ઑટો સેક્ટરમાં શેર્સમાં આજે તેજી જોવા મળી હતી. મારુતી સુઝૂકી, અશોક લેલેન્ડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ મોટર કંપની, બોશ અને બજાજ ઑટો શેર્સમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

અગાઉ સવારે કારોબારની શરૂઆત દરમિયાન માર્કેટમાં મંદી રહી હતી. સેન્સેક્સ 235 પોઇન્ટના ઘટાડા સાથે 37,076.76 ની સપાટી પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 74 અંકના ઘટાડા સાથે 10,955 પોઇન્ટ પર ખુલ્યો હતો.

નોંધનીય છે કે દેશના અર્થતંત્રને પાટે લાવવા માટે આજે પીએમ નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.