1. Home
  2. ગુજરાતી
  3. રેકોર્ડ ઉંચાઇ પર ખુલ્યો શેરબજાર, સેન્સેક્સ 40,670ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
રેકોર્ડ ઉંચાઇ પર ખુલ્યો શેરબજાર, સેન્સેક્સ 40,670ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

રેકોર્ડ ઉંચાઇ પર ખુલ્યો શેરબજાર, સેન્સેક્સ 40,670ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

0
  • ગુરુવારે પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સમાં તેજી જોવા મળતા, તે 40 હજારને પાર
  • નિફ્ટી પણ 50 અંકોના ઉછાળા સાથે 12 હજારની સપાટી વટાવી
  • ડૉલર સામે રૂપિયો 71.10ના સ્તરે ખુલ્યો

ભારતીય શેરબજાર માટે ગુરુવારની શરૂઆત શુભ રહી છે. કારોબારી સપ્તાહના ચોથા દિવસ દરમિયાન પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 40 હજાર 670ની સપાટીએ પહોંચ્યો હતો. આ સેન્સેક્સનું સર્વોચ્ચ સ્તર છે. નિફ્ટી પણ 50 અંકોના ઉછાળા સાથે 12 હજારની સપાટીને સ્પર્શ્યો હતો.

અગાઉ બુધવારે સેન્સેક્સ 222 અંકના ઉછાળા સાથે 40,469 પોઇન્ટના રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 12000 અંકના સ્તરે પહોંચ્યા બાદ અંતમાં 48.85 અંકો અથવા 0.41 ટકાના વધારા સાથે 11,966 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 3 ટકાની તેજી જોવા મળી હતી જ્યારે આઇટીસી, એચડીએફસી, એક્સિસ બેંક અને રિલાયન્સના શેર્સમાં પણ તેજી જોવા મળી હતી. જ્યારે તાતા સ્ટીલ, તાતા મોટર્સ, ઓએનજીસી, હીરો મોટોકૉર્પ અને યસ બેંકના શેર્સ નુકસાનીમાં રહ્યા હતા.

ગુરુવારે ડૉલરના મુકાબલે રૂપિયો 13 પૈસાની નરમાઇ સાથે 71.10 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. અગાઉ રૂપિયામાં 3 કારોબારી દિવસથી ચાલતી તેજી અટકી હતી અને અમેરિકી ડૉલરના મુકાબલે તેમાં 28 પૈસાનો ઘટાડો થતા તે 70.97 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.