1. Home
  2. ગુજરાતી
  3. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી પણ 11,500 થી નીચે
શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી પણ 11,500 થી નીચે

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી પણ 11,500 થી નીચે

0

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ દરમિયાન ભારતીય શેરબજારમાં સુસ્તી જોવા મળી હતી. શરૂઆતી કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 300 પોઇન્ટ સુધીનો ઘટાડો જોવા મળતા તે ઘટીને 38 હજાર 800 ના સ્તરેથી નીચે કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી પણ 40 પૉઇન્ટ ઘટીને 11500ની સપાટીએ કારોબાર કરી રહ્યો હતો.

શરૂઆતી કારોબારમાં SBI ના શેર્સમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તે ઉપરાંત તાતા મોટર્સ, HDFC અને તાતા સ્ટીલના શેર્સમાં પણ 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. કોટક બેંક, એક્સિસ બેંક, વેદાંતા અને HDFC બેંકના શેર્સ પણ 1 ટકાથી વધુના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. બીજી તરફ પાવરગ્રિડ, એચસીએલ, ટીસીએસ અને રિલાયંસ વધારો જોવા મળ્યો હતો. પાવરગ્રિડમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

બુધવારે, ડૉલરના મુકાબલે રૂપિયો નબળો રહ્યો હતો. રૂપિયો 71.07 પ્રતિ ડૉલરના સ્તરે ખુલ્યો હતો. અગાઉ મંગળવારે ડૉલરના મુકાબલે રૂપિયો 7 પૈસાના ઘટાડા સાથે 71.01 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 71.05 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. જણાવી દઇએ કે સોમવારે ડૉલરના મુકાબલે રૂપિયો 70.94 પર બંધ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.