1. Home
  2. ગુજરાતી
  3. શેરબજારમાં ફરી તેજીનો માહોલ, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ 160 પોઇન્ટની તેજી
શેરબજારમાં ફરી તેજીનો માહોલ, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ 160 પોઇન્ટની તેજી

શેરબજારમાં ફરી તેજીનો માહોલ, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ 160 પોઇન્ટની તેજી

0

ગત સપ્તાહે કોરોના વાયરસના ફફડાટને કારણે વૈશ્વિક બજારમાં નરમાઇના માહોલ બાદ આ સપ્તાહના પહેલા દિવસે શેરમાર્કેટમાં સંગીન સ્થિતિ જોવા મળી હતી. સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. એક સપ્તાહ બાદ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે તમામ સેક્ટરમાં ઉછાળો જોવા મળતા રાહત જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે શેરબજારમાં 1448 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.

કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજાર મજબૂત લીડ સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ 704 પોઇન્ટ એટલે કે 1.84 ટકાના વધારા પછી 39,001.76 પોઇન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટી 213.70 પોઇન્ટ એટલે કે 1.91 ટકા વધીને 11,415.45ના સ્તર પર ખુલ્યો છે.

પ્રમુખ શેર્સ પર નજર કરીએ તો આજે ICICI બેંક, વેદાંત લિમિટેડ, BPCL, JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, તાતા મોટર્સ, SBI, NTPC અને કૉલ ઇન્ડિયા ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. ફક્ત એમ એન્ડ એમના શેર્સ નુકસાનીમાં રહ્યા હતા.

ડોલરની સરખામણીએ આજે રૂપિયો 10 પૈસાના વધારા બાદ 72.07ના સ્તરે ખૂલ્યો હતો. છેલ્લા કારોબારી દિવસે ડોલરની સરખામણીએ રૂપિયો 72.17ના સ્તરે બંધ થયો હતો.
જણાવી દઇએ કે શુક્રવારે દિવસભરના કારોબાર બાદ શેરમાર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1448.37 અંક એટલે કે 3.64 ટકાના ઘટાડા બાદ 38,297.29ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 414.10 પોઇન્ટ એટલે કે 3.56 ટકાના ઘટાડા બાદ 11,219.20ના સ્તરે બંધ થયો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.