1. Home
  2. ગુજરાતી
  3. સામાન્ય વધારા સાથે શેરબજાર ખુલ્યું, સેન્સેક્સ 40 હજારને પાર
સામાન્ય વધારા સાથે શેરબજાર ખુલ્યું, સેન્સેક્સ 40 હજારને પાર

સામાન્ય વધારા સાથે શેરબજાર ખુલ્યું, સેન્સેક્સ 40 હજારને પાર

0
  • સોમવારે સેન્સેક્સ 40,284.19 પોઇન્ટ પર બંધ રહ્યો
  • સોમવારે નિફ્ટી 11,894.25 અંક પર બંધ રહ્યો હતો
  • મંગળવારે શરૂઆતી કારોબારમાં તેજીનો માહોલ

શેરબજારમાં કારોબારી સપ્તાહના બીજા દિવસની શરૂઆત તેજી સાથે થઇ હતી. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 100 પોઇન્ટના ઉછાળા સાથે 40 હજાર 400ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 25 પોઇન્ટના ઉછાળા સાથે 11 હજાર 910 ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો.

અગાઉ સોમવારે સેન્સેક્સ 72.50 પોઇન્ટના ઘટાડા સાથે 40,284.19 પોઇન્ટ અને નિફ્ટી 1.20 પોઇન્ટના મામૂલી ઘટાડા સાથે 11,894.25 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. દિવસભરના કારોબાર દરમિયાન સેન્સેક્સ 40,542.40ના ઉપલા સ્તરે તેમજ 40,221.97ના નીચલા સ્તર પર પહોંચ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 14 શેર્સમાં તેજી જોવા મળી હતી. તેમાં ભારતી એરટેલ 4.06 ટકા, તાતા સ્ટીલ 4.01 ટકા, સનફાર્મા 2.28 ટકા, પાવરગ્રિડ 1.79 ટકા, બજાજ ઑટો 1.69 ટકા, હીરો મોટો કૉર્પ 1.61 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.61 ટકા તેમજ એશિયન પેઇન્ટ 1.30 ટકાની તેજી જોવા મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.