1. Home
  2. ગુજરાતી
  3. સાયરસ મિસ્ત્રીને ફરીથી સ્થાપિત કરવાનો આદેશ સામે તાતા સન્સ સુપ્રીમમાં, કરી અપીલ
સાયરસ મિસ્ત્રીને ફરીથી સ્થાપિત કરવાનો આદેશ સામે તાતા સન્સ સુપ્રીમમાં, કરી અપીલ

સાયરસ મિસ્ત્રીને ફરીથી સ્થાપિત કરવાનો આદેશ સામે તાતા સન્સ સુપ્રીમમાં, કરી અપીલ

0

સાયરસ મિસ્ત્રી પર નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલના આદેશની વિરુદ્વમાં તાતા સન્સે હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જણાવી દઇએ કે પહેલાં NCLATનો નિર્ણય તાતા સન્સના પક્ષમાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ સાયરસ મિસ્ત્રીએ આ નિર્ણયની વિરુદ્વમાં NCLATમાં અપીલ કરી હતી. આ અપીલ બાદ NCLAT એ સાયરસ મિસ્ત્રીના પક્ષમાં નિર્ણય આપ્યો હતો અને તેમને ફરીથી અધ્યક્ષ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ન્યાયમૂર્તિ એસ જે મુખોપાધ્યાયની અધ્યક્ષતામાં NCLATની 2 સભ્યોની ખંડપીઠે નિર્ણયમાં કહ્યું હતું કે મિસ્ત્રીની વિરુદ્વમાં રતન તાતાએ ઉઠાવેલા પગલાં હેરાન કરનારા હતા. પીઠે નવા ચેરમેનની નિયુક્તિનો પણ વિરોધ કર્યો હતો. સાયરસ મિસ્ત્રીએ આ નિર્ણયને સારા પ્રશાસન તેમજ અલ્પાંશ શેરધારકોના અધિકારની જીત બતાવી હતી.

જણાવી દઇએ કે સાયરસ મિસ્ત્રી તાતા સન્સના છઠ્ઠા ચેરમેન છે અને તેઓને ઑક્ટોબર 2016માં આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. વર્ષ 2012માં તેમણે ચેરમેન પદ સંભાળ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.