1. Home
  2. ગુજરાતી
  3. યુએસ સ્થિત PE ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ જિઓ પ્લેટફોર્મ્સમાં રૂ.11,367 કરોડનું કરશે રોકાણ
યુએસ સ્થિત PE ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ જિઓ પ્લેટફોર્મ્સમાં રૂ.11,367 કરોડનું કરશે રોકાણ

યુએસ સ્થિત PE ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ જિઓ પ્લેટફોર્મ્સમાં રૂ.11,367 કરોડનું કરશે રોકાણ

0
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને US સ્થિત વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ વચ્ચે જોડાણ
  • વિસ્ટા ઇક્વિટી જિઓ પ્લેટફોર્મમાં 2.32 ટકા હિસ્સો ખરીદશે
  • આ માટે વિસ્ટા ઇક્વિટી કુલ રૂ.11,367 કરોડનું કરશે રોકાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેક્નોલોજી ક્ષેત્રમાં હવે એક મહિના કરતા પણ ઓછા સમયમાં ત્રીજું રોકાણ થવા જઇ રહ્યું છે. અમેરિકા સ્થિત ખાનગી ઇક્વિટી કંપની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ 11,367 કરોડ રૂપિયામાં જિઓ પ્લેટફોર્મમાં 2.32 ટકા હિસ્સો ખરીદશે. આ સાથે જ જિઓ પ્લેટફોર્મ્સે માત્ર 3 સપ્તાહથી ઓછા સમયમાં અગ્રણી ટેક્નોલોજીના રોકાણકારો પાસેથી 60,596.37 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

આ અંગે વાત કરીએ તો વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સના રોકાણનું ઇક્વિટી મૂલ્ય 4.91 લાખ કરોડ થાય છે જ્યારે એન્ટરપ્રાઇઝ મૂલ્ય 5.16 લાખ કરોડ થાય છે. આ સોદાની કિંમત થોડા દિવસો પહેલા જિઓ પ્લેટફોર્મના 1.15 ટકા હિસ્સેદારી માટે યુએસ સ્થિત ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેક દ્વારા ચૂકવવામાં આવેલી કિંમતને સમાન છે.

આ સોદા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “વિશ્વવ્યાપી ટેક રોકાણકાર સંસ્થાન વિસ્ટાને આવકારતા મને આનંદ થાય છે. અમારા અન્ય સાથીઓની જેમ વિસ્ટા પણ સમાન દૂરંદેશી ભારતની ડિજીટલ ઇકોસિસ્ટમના વિસ્તરણ અને વિકાસમાં જોડાશે જેનો લાભ દરેક ભારતીયને મળશે.”

નોંધનીય છે કે વિસ્ટા એક વૈશ્વિક રોકાણ કંપની છે જે મુખ્યત્વે સોફ્ટવેર, ડેટા, ટેક્નોલોજી કંપનીમાં રોકાણ કરે છે. વિસ્ટા પાસે 57 બિલિયન ડૉલર કરતા વધારેની સંચિત મૂડી પ્રતિબદ્વતાઓ છે અને તેની વૈશ્વિક નેટવર્ક કંપનીઓ વિશ્વની પાંચમી સૌથી મોટી એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર કંપનીનું સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.