1. Home
  2. ગુજરાતી
  3. કોવિડ-19ના રાહત પેકેજ માટે અભિનંદન, મારું 100 ટકા દેવું લઇ લો અને મારી સામેનો કેસ બંધ કરો: વિજય માલ્યા
કોવિડ-19ના રાહત પેકેજ માટે અભિનંદન, મારું 100 ટકા દેવું લઇ લો અને મારી સામેનો કેસ બંધ કરો: વિજય માલ્યા

કોવિડ-19ના રાહત પેકેજ માટે અભિનંદન, મારું 100 ટકા દેવું લઇ લો અને મારી સામેનો કેસ બંધ કરો: વિજય માલ્યા

0
  • ભાગેડુ આર્થિક અપરાધી માલ્યાએ ફરી એકવાર કરી ટ્વીટ
  • ટ્વીટના માધ્યથી ભારત સરકારને રાહત પેકેજ માટે અભિનંદન પાઠવ્યા
  • તે ઉપરાંત તેમના વિરુદ્વનો કેસ બંધ કરવા કરી અપીલ

ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણને લઇને બ્રિટનની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ગુરુવારે માલ્યાએ ફરી એકવાર સરકારને પોતાના દેવાની 100 ટકા રકમ ચૂકવવાના પ્રસ્તાવનો સ્વીકાર કરીને તેમના વિરુદ્વના કેસ બંધ કરવા માટે અપીલ કરી છે.

માલ્યાએ ટ્વીટરના માધ્યમથી કહ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત પર અભિનંદન. માલ્યાએ વધુમાં કહ્યું હતું કે તેના દેવાની રકમ ચૂકવવાના પ્રસ્તાવની સરકાર દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે. તેઓ જેટલી ઇચ્છે એટલી કરન્સી છાપી શકે છે. પરંતુ શું મારા જેવા એક નાનકડા યોગદાનકર્તાને બેન્કમાંથી લીધેલા દેવાની 100 ટકા રકમ પરત કરવાની રજૂઆતની સતત અવગણના કરવી જોઇએ?

નોંધનીય છે કે કિંગફિશર એરલાઇન્સના પ્રમોટર માલ્યા વિરુદ્વ ભારતમાં છેતરપિંડી તેમજ મની લોન્ડરિંગનો કેસ દાખલ છે. તેના પર અંદાજે 9000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. માલ્યા ભારતીય સરકારને વારંવાર શરત વગર પૈસા લઇને કેસ બંધ કરવાની અપીલ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિજય માલ્યા દ્વારા કેટલીય વાર આ પ્રકારની ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેણે અપીલ કરી છે કે તે બેન્કમાંથી લીધેલી તમામ રકમ ચુકવવા માંગે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.