1. Home
  2. ગુજરાતી
  3. માલ્યાને ભારત પાછા લાવવાની વાત અફવા નીકળી, પ્રત્યાર્પણમાં હજી થશે વિલંબ
માલ્યાને ભારત પાછા લાવવાની વાત અફવા નીકળી, પ્રત્યાર્પણમાં હજી થશે વિલંબ

માલ્યાને ભારત પાછા લાવવાની વાત અફવા નીકળી, પ્રત્યાર્પણમાં હજી થશે વિલંબ

0
  • ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારત જલ્દી લવાશે વાત અફવા સાબિત થઇ
  • હજુ કેટલાક કાયદાકીય કારણોસર પ્રત્યાર્પણમાં વધુ વિલંબ થશે
  • માલ્યાએ 17 બેન્કોના 9000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થશે અને તેને ભારત પાછો લવાશે તેવી વાત અફવા પુરવાર થઇ છે. લંડન સ્થિત ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ આ વાતને નકારી કાઢી હતી.

માલ્યાના પ્રત્યાર્પણ અંગે દુતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, માલ્યના ભારત લાવવામાં નથી આવી રહ્યા અને નજીકના ભાવિમાં પ્રત્યાર્પણની શક્યતા ઓછી છે.

માલ્યાના પ્રત્યાર્પણમાં થઇ રહેલા વિલંબ પાછળનું એક કારણ બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલ દ્વારા કાયદાકીય કારણોસર આ પ્રત્યાર્પણ માટે મંજૂરી નહીં આપવાનું પણ છે. તે ઉપરાંત બ્રિટનની કોર્ટમાં પણ માલ્યા સામેના કેટલાક કેસ પેન્ડિંગ છે. ઉપરાંત માલ્યાએ બ્રિટનમાં શરણ લેવા માટે પણ અરજી કરી હોવાનું મનાઇ રહ્યું છે.

નોંધનીય છે કે માલ્યાએ 17 બેન્કોના 9000 કરોડ રૂપિયાનું દેવું ચુકવવાનું છે. છેલ્લા કેટલાક સમયથી તે બ્રિટનમાં છે. લાંબી કાનૂની લડાઇ બાદ બ્રિટનની કોર્ટે 14મેના રોજ માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.