1. Home
  2. ગુજરાતી
  3. સામાન્ય વ્યક્તિને મળી રાહત, જથ્થાબંધ મોંઘવારી દર ઘટ્યો, જૂન 2016 બાદ નીચલા સ્તર પર
સામાન્ય વ્યક્તિને મળી રાહત, જથ્થાબંધ મોંઘવારી દર ઘટ્યો, જૂન 2016 બાદ નીચલા સ્તર પર

સામાન્ય વ્યક્તિને મળી રાહત, જથ્થાબંધ મોંઘવારી દર ઘટ્યો, જૂન 2016 બાદ નીચલા સ્તર પર

0

સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દરમા ઘટાડો જોવા મળી રહ્યો છે, સપ્ટેમ્બર દરમિયાન જથ્થાબંધ મોંઘવારી દર 0.33 ટકા નોંધાયો છે, જ્યારે ઑગસ્ટ માસમાં આ આંકડો 1.08 ટકા હતો. જણાવી દઇએ કે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર જૂન 2016 બાદ સૌથી નીચલા સ્તરે છે. નોંધનીય છે કે જુલાઇનો WPI 1.08 ટકાથી સંશોધિત કરીને 1.17 ટકા કરાયો છે. ગત વર્ષે સપ્ટેમ્બર 2018માં જથ્થાબંધ મોંઘવારી દર 5.22 ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મોંઘવારીના આંકડાઓ જારી કર્યા છે.

ઑગસ્ટ દરમિયાન જથ્થાબંધ મોંઘવારી 1.08 ટકા

ઑગસ્ટ દરમિયાન જથ્થાબંધ મોંઘવારી દર 1.08 ટકા નોંધાયો છે, જ્યારે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન જથ્થાબંધ મોંઘવારી દર 4.62 ટકા નોંધાયો હતો. પૂરવઠો બની રહેવાને કારણે ઑગસ્ટ 2019માં જથ્થાબંધ મૂલ્યો પર આધારિત મોંઘવારીનો દર ગત મહિનાની સરખામણીએ 1.08 ટકા પર સ્થિર રહ્યો છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર ઑગસ્ટ 2018માં મોંઘવારી દર 4.62 ટકા નોંધાયો હતો. જ્યારે જુલાઇ 2019માં મોંઘવારી દર 1.08 ટકા નોંધાયો હતો. વર્તમાન નાણાકીય વર્ષમાં ઑગસ્ટ સુધી બિલ્ડઅપ મોંઘવારીનો દર 1.25 ટકા નોંધાયો છે. જ્યારે ગત વર્ષમાં આ આંકડો 3.27 ટકા નોંધાયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.