1. Home
  2. ગુજરાતી
  3. શેરબજારમાં પાંચ દિવસની તેજી પર બ્રેક, સેન્સેક્સમાં 30 પોઇન્ટનો ઘટાડો
શેરબજારમાં પાંચ દિવસની તેજી પર બ્રેક, સેન્સેક્સમાં 30 પોઇન્ટનો ઘટાડો

શેરબજારમાં પાંચ દિવસની તેજી પર બ્રેક, સેન્સેક્સમાં 30 પોઇન્ટનો ઘટાડો

0
  • પાંચ દિવસની તેજી બાદ શેરબજારમાં દબાણનો માહોલ
  • ગુરુવારે સેન્સેક્સે ઐતિહાસિક સ્તર પાર કર્યું હતું

ભારતીય શેરબજારની શુક્રવારે તેજી સાથે શરૂઆત થઇ હતી. સેન્સેક્સ પ્રારંભિક કારોબાર દરમિયાન 40,196ના સ્તરે ખુલ્યો હતો અને 40,283 અંક સુધી ઉછળ્યો હતો. જો કે ત્યારબાદ શેરબજારમાં દબાણ જોવા મળ્યુ હતું અને સેન્સેક્સ 12 અંકોના ઘટાડા સાથે 40,116 પર કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી પણ 10 પોઇન્ટના ઘટાડા સાથે 11,865 પર કારોબાર કરી રહ્યો હતો.

રૂપિયા પર પણ દબાણ
ડૉલરના મુકાબલે રૂપિયો પણ શુક્રવારે નરમાઇ સાથે ખુલ્યો હતો. આજે ડૉલરના મુકાબલે રૂપિયો 2 પૈસાના ઘટાડા સાથે 70.94 રૂપિયા પર ખુલ્યો હતો. ગુરુવારે ડૉલરની સરખામણીએ રૂપિયો 4 પૈસાના ઘટાડા સાથે 70.92 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.

બજાર ખુલતા જ IOCના શેરમાં 5 રૂપિયાના ઘટાડા સાથે 141.55 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. કોલ ઇન્ડિયાના શેરમાં પણ 4 રૂપિયાનો ઘટાડો થતા તે 203.45 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો. ભારતી એરટેલ પણ 8 રૂપિયા ઘટીને 366.50 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.