REGIONALગુજરાતી

અમદાવાદમાં બુલિયનના કર્મચારીની નજર ચુકવીને રૂ. 23.37 લાખની ચીલઝડપ

  • કર્મચારી ઉપર ખંડવાડના નાખ્યો હતો પાવડર
  • પાણી આપવાના બહાને અજાણી વ્યક્તિએ કરી ચોરી
  • પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી

અમદાવાદઃ શહેરના માણેકચોક વિસ્તારમાં સોનાના બુલિયનના કર્મચારી પાસેથી રૂ. 23.37 લાખના સોનાના બિસ્કિટ અને લગડીની ચોરી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કર્મચારી પર મેલું નાખી અજાણ્યા શખ્સે પાણી આપવાના બહાને આવી નજર ચૂકવી દાગીના ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગુલબાઈ ટેકરા નજીક આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં ચંદ્રકાન્તભાઈ વૈદ્ય ખોખરામાં આવેલી બુલિયન રિફાઈનરીમાં બનેલા સોનાના દાગીના અને બિસ્કિટ લાવવા લઈ જવાનું કામ કરે છે. એક પેઢીમાં સોનાના દાગીના સુરત મોકલ્યા બાદ માણેકચોકમાં આવેલા બુલિયન કંપનીમાંથી સોનાના બિસ્કિટ અને લગડીઓ લઈ જવાનો ફોન આવતા તેઓ ત્યાં ગયા હતા. ત્યાંથી 6 સોનાના બિસ્કિટ અને 11 સોનાની લગડીઓ લઈ અને સ્કૂટર ઉપર ઓફિસ તરફ જવા નીકળ્યા હતા. તેઓ રંગાટી બજાર પાસે પહોંચ્યા ત્યારે અચાનક તેમને ખંજવાળ આવવા લાગી હતી. જેથી તેઓએ સ્કૂટર ઉભું રાખી ખંજવાળતા હતા. તે જ સમયે તેમની ઓફિસમાં કામ કરતા અન્ય કર્મચારી ચંદ્રેશભાઈ આવતા તેઓને આ દાગીના લઈ જવા કહ્યું હતું પરંતુ તેઓએ ના પાડી અને ઘાંચીની પોળમાં આવવા કહી જતા રહ્યા હતા. દરમિયાનમાં એક અજાણ્યો શખ્સ સ્કૂટર પર આવ્યો હતો. પાણી ભરેલી બોટલ ચંદ્રકાન્તભાઈ પર નાખી હતી. તેઓ શરીર પર સાફ કરતા હતા ત્યારે નજર ચૂકવી રૂ. 23.37 લાખના સોનાના દાગીના ભરેલો થેલો લઈ ફરાર થઇ ગયો હતો.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને લાખોની કિંમતના સોનાની લગડી અને બિસ્કિટની ચીલ ઝડપ કરનાર શખ્સને ઝડપી લેવા કવાયત આરંભી હતી.

Related posts
BUSINESSNATIONAL

દિવાળી સુધીમાં સોનાનો ભાવ 65 હજાર અને ચાંદીનો ભાવ પણ 70 હજારને પાર થવાની શક્યતા

દિવાળી સુધીમાં સોના – ચાંદીના ભાવમાં ઉછાળાની સંભાવના સોનું પ્રતિ 10 ગ્રામ 65 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે ચાંદી પ્રતિ કિલો…
BOLLYWOODગુજરાતી

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયના ઘરે ડ્રગ્સ કેસના મામલે પોલીસના દરોડા

વિવેક ઓબેરેયના ઘરે પોલીસના દરોડા સાળાના કેસ મામલે પોલીસે વિવેકના ઘરની તલાશી લીઘી આદિત્ય અલવા પર ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે જાણે…
REGIONALગુજરાતી

સુરતમાં અસમાજીક તત્વો સામે પોલીસે પાસાનું સશસ્ત્ર ઉગામ્યું, 75 શખ્સોની કરી અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં વધારો થયો છે. ત્યારે ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરી હતી. સુરતમાં અસામાજીક તત્વોને…

Leave a Reply