1. Home
  2. Political
  3. જમ્મુ રેલીમાં ગૌતમ ગંભીર બોલ્યા, મહબૂબા મુફ્તિ મને બ્લોક કરી શકે છે, દેશમાં ચાલતી લહેરને નહીં
જમ્મુ રેલીમાં ગૌતમ ગંભીર બોલ્યા, મહબૂબા મુફ્તિ મને બ્લોક કરી શકે છે, દેશમાં ચાલતી લહેરને નહીં

જમ્મુ રેલીમાં ગૌતમ ગંભીર બોલ્યા, મહબૂબા મુફ્તિ મને બ્લોક કરી શકે છે, દેશમાં ચાલતી લહેરને નહીં

0

લોકસભા ચૂંટણીના મહાસંગ્રામની શરૂઆત થઈ ચુકી છે, પહેલા તબક્કા માટે ગુરુવારે વોટિંગ થયુ છે. આગામી તબક્કાઓ માટે પ્રચાર પણ ચાલી રહ્યો છે. ક્રિકેટરમાંથી ભાજપના નેતા બનેલા ગૌતમ ગંભીરે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ઉધમસિંહ નગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી છે. ગૌતમ ગંભીરે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ પર જમ્મુ રેલીમાં આકરા વાકપ્રહારો કર્યા છે.

ગૌતમ ગંભીરે કહ્યુ છે કે મહબૂબા મુફ્તિ મને બ્લોક કરી શકે છે, પરંતુ આ દેશની 130 કરોડની જનતાને બ્લોક કરી શકે નહીં. આ દેશમાં એક લહેર ચાલી રહી છે, તેની સાથે તે (મહબૂબા) નથી. 2014માં વિકાસના નામ પર લહેર હતી અને 2019માં તે એક સુનામી બની ચુકી છે.

મહત્વપૂર્ણ છે કે ગૌતમ ગંભીર અને મહબૂબા મુફ્તિ વચ્ચે આના પહેલા પણ ઘણીવાર ટ્વિટર વોર છેડાઈ ચુકી છે. ગંભીરે ગુરુવારે અહીં ઉધમપુર જિલ્લાની રામનગર તહસીલમાં જાહેરસભાને સંબોધિત કરતા કહ્યુ છે કે આ દેશમાં ક્યારેય બે વડાપ્રધાન હોઈ શકે નહીં. મહત્વપૂર્ણ છે કે અહીં 18મી એપ્રિલે મતદાન થવાનું છે.

ચૂંટણીના કેટલાક દિવસ પહેલા જ ગૌતમ ગંભીરે નાણાં પ્રધાન અરુણ જેટલીની હાજરીમાં ભાજપે સદસ્યતા ગ્રહણ કરી હતી. તેમના દ્વારા દિલ્હીમાં ચૂંટણી લડવાની પણ અટકળો છે.

આના પહેલા ગૌતમ ગંભીર મહબૂબા મુફ્તિ-ઓમર અબ્દુલ્લા પર ટ્વિટર પર તડાફડી બોલાવી ચુક્યા છે. બે વડાપ્રધાનવાળા નિવેદન પર ગૌતમ ગંભીરે ઓમર અબ્દુલ્લાને નિશાને લીધા હતા. જો કે ઓમર અબ્દુલ્લાએ પણ તેમના ઉપર પલટવાર કર્યો હતો.

ગૌતમ ગંભીરે ટ્વિટ કર્યું હતું કે ઓમર જમ્મુ-કાશ્મીર માટે આગામી પીએમ ચાહે છે અને હું મહાસાગરમાં ચાલવા ઈચ્છું છું. ઓમર જમ્મુ-કાશ્મીર માટે અલગ પીએમ ચાહે છે અને હું ચાહું છું કે સુવ્વર હવામાં ઉડે. એક અલગ પીએમના સ્થાને ઓમર અબ્દુલ્લાને થોડીક ઉંઘની જરૂર છે અને બાદમાં એક કપ કડક કોફીની જરૂરત છે. જો તેમ છતાં તેઓ સમજી નહીં શકે, તો તેમને એક ગ્રીન પાકિસ્તાની પાસપોર્ટની જરૂરત છે.

તેના જવાબમાં ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ગૌતમ, મે વધારે ક્રિકેટ ક્યારેય રમી નથી, કારણ કે હું જાણતો નથી કે હું ક્રિકેટ રમવામાં વધારે સારો છું. તમે ન તો જમ્મુ-કાશ્મીર સંદર્ભે વધારે જાણો છો અને ન તો તેના ઈતિહાસ બાબતે જાણો છો.

LEAVE YOUR COMMENT