in ,

વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં વાહન વ્યવહારને અસરઃ ટ્રેનો રદ કરાઈ

અમદાવાદઃ વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના દરિયાકાંઠાના લગભગ 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાવાઝોડુ ભલે ઓમાન તરફ ફંટાયું હોય પરંતુ તેની અસર દરિયાકાંઠા વિસ્તારમાં પડવાની શકયતાને પગલે હજુ એનડીઆરએફ સહિતની બચાવ ટુકડીઓ ખડેપગ રખાઈ છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાઈ રહ્યો હોવાથી વાહન વ્યવહારને પણ અસર થઈ છે. સૌરાષ્ટ્રમાં 14 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે. તેમજ હવાઈ વ્યવહારને અસર થઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાયુ વાવાઝોડાના પગલે વાહન વ્યવહાર ઉપર પણ અસર થઇ રહી છે. વધારે નુકસાન ન થાય અને મુસાફરો ફસાઇ ન જાય તે માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારને અસર કરતી ટ્રેનોને દર કરવામાં આવી છે. વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ, ગાંધીધામ જતી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ મીટરગેજની તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. જુનાગઢથી અમરેલી દેલવાડા રૂટ ઉપર દોડતી ટ્રેનોને બંધ કરવામાં આવી છે. આમ વાયુ વાવાઝોડના પગલે 21 ડેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત બે સ્પેસિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

લોકસભા બાદ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં અમિત શાહ, ભાજપના મુખ્યમથક ખાતે મોટી બેઠક

દરિયાના ઉછળતાં મોજા જોતા વાયુ વાવાઝોડાંનો ખતરો હજુ ટળ્યો નથી, આગામી 24 કલાક મહત્વના