REGIONALગુજરાતી

બિન સચિવાલયની પરીક્ષા રદ કરી હવે ઓનલાઈન પરીક્ષા લેવાની વિદ્યાર્થીઓની માંગણી

  • બિન સચિવાલયની પરીક્ષાના પેપર ફૂટ્યાંના આક્ષેપ
  • રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ દેખાવો યોજી આપ્યું આવેદન
  • નવેસરથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવા માગ

અમદાવાદઃ બિન સચિવાલયની પરીક્ષામાં પેપર ફૂટી ગયાનાં આક્ષેપ સાથે રાજ્યભરમાં પરીક્ષાર્થીઓએ વિરોધ દેખાવો યોજીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. રાજ્યમાં સુરત, રાજકોટ, અરવલ્લી, વડોદરામાં વિદ્યાર્થીઓએ બિન સચિવાલયની પરીક્ષાને રદ કરી હવે પરીક્ષા ઓનલાઇન લેવાની માંગ કરી હતી.

વિદ્યાર્થીઓએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગત 17 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં મોટાભાગનાં સેન્ટરોમાં વ્યાપકપણે ગેરરિતીઓ થઇ છે. ગેરરિતીઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ભાવનગરમાં પરીક્ષા પૂર્વે પેપર ફૂટી ગયું હોવાનો કિસ્સો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. પારદર્શકતાની વાતો માત્ર પોકળ છે. ખરેખર મહેનત કરીને પરીક્ષા આપનાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ગંભીર ચેડા થયા છે. ત્યારે આ પરીક્ષા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ફરીથી લેવાવી જોઈએ. કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં પરિક્ષાર્થીઓ ભેગા થયા હતાં. તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓનલાઈન લેવાની પણ માંગણી કરી હતી.

Related posts
NATIONALPM ModiREGIONALગુજરાતી

નેપાળ બાદ પાકિસ્તાનની બગડી બુદ્ધી, કરી નાખી આવી હરકત

અમદાવાદઃ પાકિસ્તાન સહિતના પડોશી દેશો ભારતને પરેશાન કરવા માટે નવા-નવા તુક્કા લગાવી રહ્યાં છે. નેપાળ દ્વારા તાજેતરમાં જ ભારતના કેટલાક વિસ્તારને નકશામાં…
HEALTHCAREREGIONAL

કોઈ દિવસ બસ એમબ્યુલન્સ વિશે સાંભળ્યું છે? સુરતમાં થયો આ પ્રયોગ..

 અમદાવાદ– સુરત માં કોરોના વાયરસ ના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજીતરફ તંત્ર પાસે હાલ 10 થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત છે….
REGIONALગુજરાતી

સુરતમાં કોરોના મહામારી વચ્ચે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ લથડી

સરકાર પાસે ભંડોળની કરી માંગણી કોરોના પાછળ અત્યાર સુધીમાં રૂ. 40 કરોડનો કર્યો ખર્ચ અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ…

Leave a Reply